તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મારુતિ સુઝુકીની નવી સુવિધા, હવે True Value આઉટપુટ પર ગ્રાહક જૂની કાર વેચી શકશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકીના True Value આઉટલેટ પર હવે ડાયરેક્ટ તમારી જૂની કાર વેચી શકશો. જૂની કાર વેચવાનો ધંધો કરનારી મારુતિ સુઝુકીના યૂનિટ True Valueએ કાર માલિકો માટે આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીનું કહેવું છે કે, તેનો હેતુ True Valueની ક્વોલિટીવાળી જૂની ગાડીઓની ખરીદી અને વેચાણ માટે એક જગ્યા ઉપલબ્ધ કરાવવાનો છે.


આ સુવિધા દ્વારા ગ્રાહક ડિજિટલી રીતે ઘરેબેઠાં તેની કારનું મૂલ્યાંકન કરાવી શકશે અને જાણી શકશે કે તેની ગાડીની વેલ્યૂ કેટલી છે. વધુને વધુ ગ્રાહકો સાથે જોડાવવાના હેતુથી True Value પર વ્હીકલ બાઇંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. તેના માધ્યમથી ગ્રાહક તેની ગાડીઓનું મૂલ્યાંકન તેના ઘરે ડિજિટલી રીતે કરી શકશે. 


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત આ પ્રાઇસિંગ સિસ્ટમ પારદર્શિતાની ખાતરી કરશે અને તેમને તેમની કાર માટે ત્વરિત ચુકવણી કરવાની પણ મંજૂરી આપશે. આ સિસ્ટમ ખરીદારને શોધવાથી લઇને ડોક્યૂમેન્ટ ટ્રાન્સફર અને પેમેન્ટ સ્લિપ જેવી ઝંઝટોમાંથી પસાર થયા વગર કાર વેચવાની પ્રક્રિયાને વધુ અનુકૂળ બનાવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો