સુવિધા / બેંગલુરુ એરપોર્ટ પર મુસાફરોનો સમય બચાવવા ફેસ રેકગ્નિશન સિસ્ટમ શરૂ કરાઈ, હવે પ્રવાસીનો ચહેરો જ તેનો બોર્ડિંગ પાસ

New facility face recognition to save passengers time at Bangalore airport

  • બેંગલુરુ એરપોર્ટ પર ફેસ રેકગ્નિશન (FR) સિસ્ટમ શરૂ થઈ
  • ટિકિટ બુક કરાવતાં જ પ્રવાસીની જાણકારી એરપોર્ટ પર પહોંચી જશે
  • એરલાઇન સ્ટાફ દ્વારા ચેક-ઇન બાદ બોર્ડિંગ પાસ મોબાઇલમાં આવી જશે

Divyabhaskar.com

Jan 23, 2020, 01:09 PM IST

ટ્રાવેલ ડેસ્કઃ બેંગલુરુ એરપોર્ટ પર તમારે હવે બોર્ડિંગ પાસ માટે લાંબી લાઇનમાં ઊભા રહેવું નહીં પડે. અહીં પ્રવાસીઓની ઓળખ તેમના ચહેરા પરથી જ સુનિશ્ચિત કરવામાં આવશે. બેંગલુરુ એરપોર્ટ પર ફેસ રેકગ્નિશન (FR) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમનો અમલ કરનાર આ એરપોર્ટ દેશનું પહેલું એરપોર્ટ બન્યું છે. અહીં ટ્રાયલ માટે લાગેલી FR સિસ્ટમ એ કેન્દ્રની ડિજીયાત્રા યોજનાનો એક ભાગ છે. ટૂંક સમયમાં આ સુવિધા દેશના અન્ય એરપોર્ટ પર પણ શરૂ કરવામાં આવશે. ફેસ રેકગ્નાઇઝેશન ટેક્નિકના આધારે આ સિસ્ટમ બાયોમેટ્રિક સોફ્ટવેર પર કામ કરશે.

FR સિસ્ટમ કેવી રીતે કામ કરે છે?

  • બેંગલુરુ એરપોર્ટથી શરૂ થનારી ફ્લાઇટ મુસાફરી માટે જ્યારે તમે તમારી ટિકિટ કોઇપણ એરલાઇનથી બુક કરાવશો ત્યારે એ દરમિયાન એરપોર્ટ પર હાજર સંબંધિત એજન્સીઓ પાસે તમારા પ્રવાસ સંબંધિત જાણકારીઓ પહોંચી જશે.
  • હૈદરાબાદ એરપોર્ટના ટર્મિનલ ગેટ પર પહોંચતા જ ત્યાં લાગેલા ફેસ રેકગ્નાઇઝેશન કેમેરા તમારા ચહેરાને ઓળખી જશે. તમારી ઓળખ થતાં જ કેમેરા સાથે લાગેલી એક સ્ક્રીનમાં તમારો ફોટો, આઇડેન્ટિટી પ્રૂફ અને પ્રવાસ સંબંધિત તમામ જાણકારીઓ ડિસ્પ્લે થઈ જશે. આ દરમિયાન ગેટ પર રહેલા સેફ્ટી ઓફિસરને તમારે ટિકિટ બતાવવાની જરૂર નહીં રહે અને સાથે આઇડેન્ટિટી પ્રૂફ બતાવવાની આવશ્યકાત પણ નહીં રહે.
  • ટર્મિનલ ગેટની જેમ ચેક-ઇન કાઉન્ટર, સિક્યોરિટી ચેક-ઇન પોઇન્ટ અને બોર્ડિંગ ગેટ પર પણ ફેસ રેકગ્નાઇઝેશન કેમેરા હશે. ચેક-અન કાઉન્ટર પર પહોંચતા જ ફેસ રેકગ્નાઇઝેશન કેમેરા તમારી સાથે જોડાયેલી તમામ માહિતી એરલાઇન કર્મચારીને આપી દેશે.
  • એરલાઇન સ્ટાફ દ્વારા તમારું ચેક-ઇન કરાતાં જ ઓનલાઇન બોર્ડિંગ પાસ તમારા મોબાઇલ પર પહોંચી જશે. સિક્યોરિટી ચેક અને બોર્ડિંગ ગેટ પર પણ ફેસ રેકગ્નાઇઝેશન કેમેરાથી તમારી ટૂરની ડિટેલ્સ અને ઓળખ ચકાસવામાં આવશે.
X
New facility face recognition to save passengers time at Bangalore airport

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી