• Home
  • Utility
  • Automobile
  • New electric car E300 mini showcased, 305 km on a single charge, the car is priced at Rs 6.39 lakh

શોકેસ / નવી ઇલેક્ટ્રિક કાર E300 મિનિ શોકેસ થઈ, સિંગલ ચાર્જમાં 305 કિમી ચાલતી આ કારની કિંમત 6.39 લાખ રૂપિયા

X

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 02:20 PM IST

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ ઝડપતી વધી રહી છે. મોટાભાગે લોકો બાયો ફ્યુલને બદલે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. તાજેતરમાં જ ચીનની ઓટોમોબાઇલ કંપની Baojunએ નવી E300 મિનિ ઇલેક્ટ્રિક કાર રજૂ કરી હતી. અટ્રેક્ટિવ લુક અને પાવરફુલ ઇલેક્ટ્રિક મોટરથી સજ્જ આ કાર સિંગલ ચાર્જમાં 305 કિમની સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.

સાઇઝ

સાઇઝમાં આ કાર બહુ નાની છે. તેની લંબાઈ 2,525mm, પહોળાઈ 1,647mm અને ઉંચાઈ 1,588mm છે. આ કારમાં કંપનીએ 1,750mmનું વ્હીલબેઝ આપવામાં આવ્યું છે. કારની અંદર કંપનીએ ટોટલ 4 સીટ્સ આપી છે. કંપની આ કારના વધુ એક એક્સટેન્ડેડ વ્હીલ વર્ઝન પર પણ કામ કરી રહી છે.

સિંગલ ચાર્જમાં 305 કિમી ચાલશે

Baojun E300માં કંપનીએ 16.8 kWh કેપેસિટીનું લિથિયમ બેટરી પેક નાખ્યું છે. તેમાં આપવામાં આવેલી ઇલેક્ટ્રિક મોટર કુલ 39hm પાવર જનરેટ કરે છે. આ કાર સિંગલ ચાર્જમાં 260 કિમી સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. તેમજ, E300 Plus સિંગલ ચાર્જમાં 305 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે.  આ બંને કાર્સમાં કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 360 ડિગ્રી સેફ્ટી કોકપિટ ટેક્નિકનો પ્રયોગ કર્યો છે. આ કાર્સમાં કંપનીએ 12 ઇંચનું વ્હીલ અને 145/70 સાઇઝના ટાયરનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત, તેમાં LED હેડલેમ્પ અને ટેલ લાઇટ્સનો પ્રયોગ કરવામાં આવ્યો છે. કારની ઇન્ટિરિયરને બ્લેક કલર થીમ આપવામાં આવી છે.

કિંમત

અત્યારે આ કાર ચીનના માર્કેટમાં રજૂ કરી છે. MG Motors આ કારને ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરે એવી શક્યતા છે કારણ કે, કંપનીએ થોડા સમય પહેલા જ એક નિવેદનમાં કહ્યું હતું કે, તે ઇન્ડિયન માર્કેમાં એક ઓછી કિંમતવાળી ઇલેક્ટ્રિક કાર રજૂ કરી શકે છે. આ કારની કિંમત ઇન્ડિયન પ્રાઇસ પ્રમાણે 6.39 લાખ રૂપિયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી