તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • New 266 Positive Cases, 2 Deaths, 224 Recoveries, Front Warriors, Traders, Students Being Re infected, Currently 1441 Active Cases

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:નવા 266 પોઝિટિવ કેસ, 2 મોત, 224 સાજા, ફ્રન્ટ વોરિયર્સ, વેપારીઓ, વિદ્યાર્થીઓ ફરી સંક્રમિત થઇ રહ્યા છે, હાલ 1441 એક્ટિવ કેસ

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિવિલમાં કોરોનાના કુલ 37 દર્દીઓ ગંભીર હાલતમાં છે

રવિવારે ટેક્ષટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 15 લોકો સહીત શહેર જિલ્લામાં નવા 266 કેસ સામે આવ્યા હતા જયારે 2 લોકોના મોત નિપજ્યા હતા.રવિવારે શહેરમાં 213 અને જિલ્લામાં 53 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 41406 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી ચુક્યો છે.રવિવારે એ.કે. રોડના 71 વર્ષીય વૃદ્ધ અને ભેસ્તાનના 53 વર્ષીય આધેડનું કોરોનામાં મૃત્યુ નીપજ્યું હતું.જેને પગલે અત્યાર સુધીમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 1041 પર પહોંચી ગઈ છે.

રવિવારે શહેરમાં 177 અને જિલ્લામાં 47 લોકો મળી કુલ 224 લોકોને સાજા થઇ જતા રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં કુલ 38926 લોકો કોરોનામાંથી સાજા થઇ રજા લઈ ચુક્યા છે.હાલ શહેર જિલ્લામાં કુલ 1441 એક્ટિવ કેસ છે. ઝોન પ્રમાણે વાત કરીએ તો અઠવામાંથી વધારે પ્રમાણમાં કોરોનાના કેસ આવી રહ્યા છે જેથી ત્યાં ટેસ્ટિંગની કામગીરી વધારવામાં આવી છે.

રવિવારે 9 વિદ્યાર્થીઓ અને ટેક્ષટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 15 લોકો સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.રવિવારે ડાયમંડ માર્કેટ સાથે સંકળાયેલા 2 લોકો ,કોમ્પ્યુટર ડિઝાઈનર,એમ્બ્રોઇડરીના ધંધા સાથે સંકળાયેલા,સિવિલ હોસ્પિટલના કાઉન્સેલર,જરી વર્કકરનાર,શિક્ષક,કેદી,એડવોકેટ,ઇવેન્ટ ઓર્ગેનાઈઝર,ઇલેક્ટિકલ એન્જીનીયર સંક્રમીત થયા છે.

સિવિલ-સ્મીમેરમાં 37 દર્દીઓ ઓક્સિજન પર
શહેર જિલ્લામાં હાલ કોરોનાના 1441 એક્ટિવ કેસ છે જે પૈકી સિવિલ હોસ્પિટલમાં કોરોનાના 37 ગંભીર દર્દી છે જેમાં વેન્ટિલેટર પર 6,બાયપેપ પર 13 અને 19 દર્દીઓ ઓક્સિજન પર છે. સ્મીમેરમાં 18 ગંભીર દર્દીઓ છે જે પૈકી 1 દર્દી વેન્ટિલેટર પર ,11 દર્દી બાયપેપ પર અને 6 ઓક્સિજન પર છે.

5 દિવસમાં જિલ્લામાં કોરોનાથી એકપણ મોત નહીં
શહેર જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં દેખીતો ઘટાડો નોંધાયો નથી જોકે જિલ્લામાં કોરોનાથી થતા મોતની ઝડપ ઘટી રહી છે.છેલ્લા 5 દિવસથી જિલ્લામાં કોરોનાને લીધે એકપણ મોત નોંધાયું નથી.ગત 17મીએ કામરેજની 68 વર્ષની વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો