BSE / નાણાકિય વર્ષ 2019-20ના પહેલા ત્રિમાસિક ગાળામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના નફામાં 34%નો ઘટાડો

Net profit of BSE drops 34% in Q1 of FY20

  • કંપનીનો કોન્સોલીડેટ નેટ પ્રોફિટમાં 20%નો ઘટાડો જોવાયો
  • BSE રૂ. 460 કરોડમાં 67.65 લાખ શેર બાય બેક કરશે

Divyabhaskar.com

Aug 03, 2019, 04:29 PM IST

બિઝનેસ ડેસ્ક, અમદાવાદ: વર્તમાન ખરાબ બજારની અસર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ની બેલેન્સશિટ પર પણ દેખાઈ રહી છે. નાણાકિય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં બીએસઈ લીમીટેડનો સ્ટેન્ડએલોન નેટ પ્રોફિટ 34% (33.68%) ઘટીને રૂ. 34.36 કરોડ રહ્યો હતો જે 2018-19ના સમાન ગાળામાં રૂ. 51.81 કરોડ હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ફાઈલ કરેલા રિઝલ્ટ મુજબ બીએસઈની ત્રિમાસિક આવક આ સમય દરમિયાન રૂ. 146.15 કરોડથી 2.60% ઘટીને રૂ. 142.35 કરોડ રહી હતી. કંપનીનો કોન્સોલીડેટેડ નફો પણ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 20% ઘટીને રૂ. 41.3 કરોડ થયો હતો જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ. 51.9 કરોડ હતો.

બીએસઈના મેનેજીંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહાણે જણાવ્યું હતું કે, કંપની હાલની વ્યવસાયિક પ્રવૃત્તિઓને મજબૂત કરવા અને નવી પહેલ કરવા માટે આવા પ્રયત્નોને યોગ્ય સમયે યોગ્ય રીતે મુદ્રીત કરવા અને તેના આવકનો આધાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. સ્ટાર મ્યુચ્યુઅલ ફંડ પ્લેટફોર્મ દ્વારા પાછલા 2 વર્ષના ટૂંકા ગાળામાં કામગીરીથી થતી આવકમાં 11% નું યોગદાન પ્રાપ્ત કરવું એ ઇક્વિટી સિવાયના ભાગોમાં અને વિતરણ પ્રવૃત્તિઓમાં વિસ્તરણ કરીને ધ્યાન કેન્દ્રિત કરવા અને વધવા માટે બીએસઈની વ્યૂહરચનાની સફળતાનું પ્રદર્શન છે.

આ સમય ગાળામાં કંપનીનો ખર્ચ અગાઉના રૂ. 90.40 કરોડથી 11.84 કરોડ વધીને રૂ. 101.11 કરોડ થયો હતો. જયારે કોન્સોલીડેટેડ બેઝીસ પર ખર્ચ રૂ. 108.69 કરોડથી વધીને રૂ. 119.10 કરોડ થયો હતો. તેવી જ રીતે કોન્સોલીડેટેડ નેટ પ્રોફિટ માર્જીન જે ગત વર્ષે 29% હતો તે આ વર્ષે 25% રહ્યો હતો.

બીએસઈએ ટેન્ડર ઓફર રૂટ મારફત રૂ. 680 પ્રતિ શેરના ભાવે 67.65 લાખ શેર બાય બેક કરવાની દરખાસ્ત મૂકી છે અને આ માટે કંપનીએ 22 જુલાઈએ ડ્રાફ્ટ લેટર પણ ફાઈલ કર્યો છે. પાછા ખરીદવાના સૂચિત શેરની સંખ્યા કંપનીની કુલ પેઇડ-અપ ઇક્વિટી મૂડીના 13.06% થાય છે અને આની વધુમાં વધુ કુલ રકમ રૂ. 460 કરોડ હશે.

X
Net profit of BSE drops 34% in Q1 of FY20
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી