તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હુમલો:સુભાનપુરામાં પિતા-પુત્ર પર પાડોશીનો હુમલો

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

શહેરના સુભાનપુરા સંતોષનગર હાઇટેન્શન રોડ પર રહેતા જીતેન્દ્ર કણબી ડ્રાઇવિંગ કરે છે. શુક્રવારે બપોરે તેઓ નોકરી પરથી ઘરે આવ્યા હતા તે સમયે તેમનો ભત્રીજો મિતેશ કણબી પાડોશમાં રહેતા સુનીલ તપકીરેની કારને ધક્કો મારવા ગયો હતો. ત્યારબાદ જીતેન્દ્રભાઈ ભત્રીજાને કારમાં ધક્કો કેમ મારે છે, નુકસાન થશે તો કોણ આપશે તેમ જણાવતાં પાડોશી સુનીલ તપકીરે ઉશ્કેરાયો હતો. તેણે બાજુમાં પડેલી ઇંટથી જીતેન્દ્રભાઈ પર ઘા કરતાં તેમને માથામાં ઈજા પહોંચી હતી.

તદુપરાંત ધોકો જીતેન્દ્રભાઈના માથામાં માર્યો હતો. આ બનાવમાં સુનીલ તપકીરેનું ઉપરાણું લઇ અર્ચના તપકીરે અને અક્ષય તપકીરે આવી પહોંચ્યાં હતાં અને તેમણે જીતેન્દ્રભાઈની પત્નીને ગાળો ભાંડી હતી. આ ઝઘડામાં અક્ષયે ઈંટનો છુટ્ટો ઘા કરતાં જીતેન્દ્રભાઈના પુત્ર ધ્રુમિલને માથામાં વાગી હતી. જીતેન્દ્રભાઈ અને તેમના પુત્ર ધ્રુમિલ ઈજા પહોંચતાં બંનેને હોસ્પિટલ ખસેડાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો