રાજકોટ / નીટનું પરિણામ જાહેર, શહેરનો ગૌરવ વડાવિયા ગુજરાત ફર્સ્ટ

NEET result of the declared, the pride of the city is Gujarat First

  • સોલ્વ કરેલા પેપરની પસ્તી કાઢી તો વજન 60 કિલો થયું

Divyabhaskar.com

Jun 06, 2019, 12:31 AM IST

રાજકોટ: મેડિકલ-ડેન્ટલના પ્રવેશદ્વાર સમી નીટ(નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)નું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા બુધવારે જાહેર કરાયું હતું જેમાં રાજકોટની ધોળકિયા સ્કૂલનો વિદ્યાર્થી ગૌરવ બચુભાઇ વડાવિયા 720માંથી 681 ગુણ મેળવી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 80મા ક્રમે અને ગુજરાતમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થયો હતો. આખું વર્ષ સખત મહેનત કરનારા ગૌરવની પરીક્ષા પૂરી થયા બાદ તેના પપ્પાએ વર્ષ દરમિયાન સોલ્વ કરેલા પેપરની પસ્તી કાઢી તો તેનું વજન 60 કિલો થયું હતું.

મૂળ પાલિતાણાના મોરચુપણા ગામમાં સરકારી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા બચુભાઇ વડાવિયાના પુત્ર ગૌરવે પોતાની તૈયારીની માહિતી આપતા જણાવ્યું હતું કે, ધો.1 થી 10 ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય તેથી ધો.11માં એનસીઇઆરટીની બુક્સ વાંચી ગુજરાતી માધ્યમમાં નીટની પરીક્ષા આપતો હતો.

ધો.12માં પ્રથમ બે વર્ષ ફિઝિક્સ અને કેમિસ્ટ્રીની શરૂઆતથી અને બાયોલોજીની છેલ્લા 3 મહિના અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી હતી. તમામ પ્રકાશનોના મોક પરીક્ષાના પેપર સોલ્વ કરી નાખ્યા હતા. મારે સ્કિન સ્પેશિયાલિસ્ટ બનવું છે.

અન્ય સ્કૂલના ટોપર્સને કેટલા માર્કસ આવ્યા
ધોરાજીની ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલની જાનકી ચાંગેલા 680 ગુણ સાથે ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 90મા ક્રમે, રાજકોટની પ્રીમિયર સ્કૂલની શ્લોકા ઠક્કર 675 ગુણ સાથે 140મા ક્રમે, મોદી સ્કૂલનો રોનક ઘોડાસરા 667 ગુણ સાથે 300મા ક્રમે, પાર્થ ભોરણિયા 665 ગુણ સાથે 368મા ક્રમે ઉત્તીર્ણ થયા છે.

આ ઉપરાંત સોહમ જોશી 644 ગુણ સાથે એસઓએસમાં સ્કૂલ ફર્સ્ટ, બસિયા કેયૂરી 609 ગુણ સાથે ઉત્કર્ષ સ્કૂલમાં ફર્સ્ટ, દેવેશ શાહ 610 ગુણ સાથે ક્રિષ્ના સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો છે.

X
NEET result of the declared, the pride of the city is Gujarat First

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી