કોરોનાવાઈરસ / નીના ગુપ્તાને ડર લાગ્યો, હોમ ક્વોરન્ટાઈન વીડિયો શૅર કરીને કહ્યું-ઘરમાં કેવી રીતે દિવસ પસાર કરે છે

Neena Gupta shares daily routine amid coronavirus outbreak

દિવ્ય ભાસ્કર

Mar 21, 2020, 02:17 PM IST

મુંબઈઃ કોરોનાવાઈરસને કારણે બોલિવૂડ લોકડાઉન થઈ ગયું છે અને ફિલ્મ્સનું શૂટિંગ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે. બોલિવૂડ સેલેબ્સ ઘરમાં જ સમય પસાર કરી રહ્યાં છે. હાલમાં જ નીના ગુપ્તાએ એક વીડિયો શૅર કરીને કહ્યું હતું કે તે હોમ ક્વોરન્ટાઈન દરમિયાન કેવી રીતે સમય પસાર કરે છે. નીનાનો આ વીડિયો ‘સચ કહૂં તો’ સીરિઝનો હિસ્સો છે, જેમાં તે વિભિન્ન મુદ્દે વાત કરે છે.

કોરોનાવાઈરસથી ડરી ગઈ છે
નીના ગુપ્તાએ કહ્યું હતું, સાચુ કહું તો જીવનમાં મને આ પહેલાં આટલો ડર ક્યારેય લાગ્યો નહોતો, જેટલો કોરોનાવાઈરસને કારણે લાગી રહ્યો છે. ખબર નહીં શું થવાનું છે, પ્રલય આવવાનો છે કે મહામારી આવી ગઈ. ઘરમાં છીએ, બહાર જઈ શકતા નથી, માત્ર ફોન દ્વારા પોતાના પરિચિતો તથા વીડિયો દ્વારા વાત કરી શકો છો.

#SachKahoonToe

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

નીનાએ રૂટીન જણાવ્યું
નીનાએ વીડિયોમાં આગળ કહ્યું હતું, હું આખો દિવસ કેવી રીતે પસાર કરું છું? હું સવારે સાડા છ વાગે ઉઠી જાઉં છું, પછી ચા પીવું છું, ન્યૂઝ પેપર વાંચુ છું અને મારો ફોન ચેક કરું છું. એક કલાક યોગ કરું છું. હું 13 વર્ષની હતી ત્યારથી યોગ કરતી આવી છું. ત્યારબાદ નાસ્તો અને પછી મેલ ચેક કર્યાં બાદ નાના-મોટા કામ કરું છું. હું થોડાં દિવસોથી મારું વોર્ડોબ સાફ કરું છું. ત્યારબાદ લંચ કરીને અડધો કલાક સૂઈ જાઉં છું.

મ્યૂઝિક ક્લાસ બંધ થઈ ગયા
નીનાએ વધુમાં કહ્યું હતું કે થોડાં સમય પહેલાં જ તેણે મ્યૂઝિક ક્લાસ શરૂ કર્યાં હતાં પરંતુ કોરોનાવાઈરસને કારણે બંધ થઈ ગયા. હવે તે સ્કાઈપની મદદથી સંગીત શીખવાનો પ્રયાસ કરે છે. ટેનિસ પણ બંધ થઈ ગયું. બીચ પર જવાનું પણ બંધ થઈ ગયું અને તેથી તે હવે બિલ્ડિંગની નીચે ચાલે છે. કુકિંગ એક્સપરિમેન્ટ કરે છે, ડિનર લે છે અને સૂઈ જાય છે.

X
Neena Gupta shares daily routine amid coronavirus outbreak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી