ખુલાસો / નીના ગુપ્તાએ ચાહકોને સલાહ આપતા કહ્યું, પરિણીત પુરુષના પ્રેમમાં ના પડતા, મેં ઘણું જ સહન કર્યું છે

Neena Gupta  advised fans,

Divyabhaskar.com

Mar 03, 2020, 12:02 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ નીના ગુપ્તા હાલમાં ‘સચ કહું તો’ નામની વીડિયો સીરિઝ ઈન્સ્ટાગ્રામમાં ચલાવી રહી છે. આ સીરિઝ હેઠળ તેઓ પોતાના જીવનના કિસ્સાઓ ચાહકો સાથે શૅર કરે છે અને પોતાના જીવનમાં કરેલી ભૂલો ચાહકો ના કરે તેમ કહે છે. હાલમાં જ નીના ગુપ્તાએ વીડિયો મેસેજ શૅર કરીને કહ્યું હતું કે મહિલાઓ પરિણીતી પુરુષોના પ્રેમમાં પડતી હોય છે પરંતુ પતિ પોતાની પત્નીને છોડવા તૈયાર હોતા નથી.

શું કહ્યું વીડિયોમાં?
વીડિયોમાં નીના ગુપ્તાએ કહ્યું હતું, તે તમને કહેશે કે તેને તેની પત્ની પસંદ નથી અને તેઓ લાંબો સમય જોડે રહેવાના નથી. તમે એક પરિણીત પુરુષના પ્રેમમાં પડો છો. થોડાં સમય બાદ જ્યારે તમે તેને પૂછશો કે તે પત્નીથી કેમ અલગ નથી થયો? તો તે એવો જવાબ આપશે કે ના, ના બાળકો છે. તમે આ વાત ચલાવી લેશો અને જુઓ પછી આગળ શું થશે? તમે વિચારો છો કે ક્યારેક તો આ દિવસ આવશે. તમે છાનામાના એને મળવાની શરૂઆત કરો છો અને તેની સાથે વેકેશન પર જાવ છો. જોકે, તેના માટે આ ઘણું જ મુશ્કેલ હોય છે, કારણ કે તે ઘરે ખોટું બોલ્યો હોય છે. ત્યારબાદ તમે તેને સાથે રાત પસાર કરવાનું કહો છો અને તમે હોટલમાં જઈને રાત પસાર કરો છો. પછી તમે તેની સાથે વધુ રાતો પસાર કરવા માગો છો અને અંતે તમે તેની સાથે લગ્ન કરવા ઈચ્છો છો. તમે તેને ડિવોર્સ લેવા માટે સતત દબાણ કરો છો પરંતુ તે તમને થોડો સમય રાહ જોવાનું કહે છે અને એમ કહે છે કે આ સરળ નથી, સંપત્તિ છે, બેંક અકાઉન્ટ્સ છે, વગેરે વગેરે. હવે, તમે ઘણાં જ દુઃખી અને નાસીપાસ થઈ જાઓ છો અને તમને ખ્યાલ નથી આવતો કે તમારે શું કરવું જોઈએ? અનેકવાર તમારા મનમાં આ વાત આવે છે કે આ આટલું બધું કોમ્પલિકેટેડ છે કે તેને છોડી દઉં. તો એ પણ વિચારે છે કે તે પણ તમને છોડી દે.

#sachkahoontoe

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

વીડિયોના અંતે આ વાત કહી
નીના ગુપ્તાએ વીડિયોના અંતે એ વાત કહી હતી, તમે ક્યારેય આ બધામાં પડશો નહીં. ક્યારેય પરિણીત પુરુષના પ્રેમમાં ના પડશો. હું એક પરિણીત પુરુષના પ્રેમમાં પડી ચૂકી હતી અને મેં સહન કર્યું છે. આથી જ આજે હું મારા ફ્રેન્ડ્સને કહું છું. તમે પ્રયાસ કરો કે આવું ના થાય.

ઉલ્લેખનીય છે કે હાલમાં નીના ગુપ્તા ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં છે અને તેમણે ત્યાંથી આ વીડિયો શૅર કર્યો હતો. હાલમાં જ નીના ગુપ્તાની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં નીનાએ જીતેન્દ્ર કુમારની માતાનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. 21 ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 54 કરોડની કમાણી કરી છે.

X
Neena Gupta  advised fans,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી