તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દારૂનું સેવન કોરોના વાઈરસ સામે રક્ષણ આપતું નથી: વાઈરલ વીડિયોથી ફેમસ થયેલાં ડો. અંશુલ વાર્શનેય

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દારૂ (આલ્કોહોલ)નું સેવન કરવાથી શરીરની અંદર રહેલાં વાઈરસને નાશ કરી શકાતા નથી
  • સામાન્ય માણસ 3 લેયર દુપટ્ટો કે 2 લેયર રૂમાલ બાંધીને પણ વાઈરસ સામે રક્ષણ મેળવી શકે છે
  • જરૂર વગર વારંવાર સેનિટાઇઝરને બદલે સાબુથી હાથ ધોવા જોઈએ
  • ટ્રાવેલ કર્યા પછી અથવા ઘરની બહાર જઈને આવ્યા બાદ સાબુથી હાથ-મોં ધોવા જોઈએ

ઈશિતા શાહ: ચીનમાં પોતાનું ઉદગમ સ્થાન ધરાવતા કોરોના વાઇરસે વિશ્વભરમાં પોતાનો ભય ફેલાવ્યો છે. અત્યાર સુધી ભારતમાં 117 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. વાઈરસને લઇ અનેક અફવાઓના દોરમાં એક વીડિયોએ સૌને રાહતનો શ્વાસ અપાવ્યો છે. આ વીડિયો ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના MD ડો. અંશુલ વાર્શનેયનો છે. વીડિયોમાં ડોક્ટર દર્દીઓને કોરોના વાઇરસથી બચવાના ઉપાયો અને તેને લગતી માહિતી આપીને લોકોને ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવાની જરૂર છે તેવી સલાહ આપી રહ્યા છે. શનિવારે શૂટ થયેલો વીડિયો આજે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. દિવ્ય ભાસ્કરે આ વાઈરલ વીડિયોમાં સૂચનાઓ આપતા ડો. અંશુલ સાથે વાતચીત કરી કોરોના વાઈરસનાં લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

સામાન્ય શરદી-ઉધરસ અને કોરોના વાઈરસ વચ્ચેનો તફાવત કેવી રીતે પારખશો? 

  • દિવ્ય ભાસ્કર સાથે થયેલી વાતચીતમાં ડો. અંશુલ વાર્શનેય જણાવે છે કે મોટા ભાગની સૂકી ઉધરસ પ્રદૂષણને કારણે થતી હોય છે. ઉધરસ સિવાય બીજાં કોઈ લક્ષણો ન હોય તો તમારે ગભરાવાની જરૂર નથી.
  • ઉધરસ સાથે કફ અને નાક વહેવાની સમસ્યા હોય તો તે એલર્જી કફ છે. જો આ લક્ષણો સાથે તાવ પણ આવે તો તે સિઝનલ ઈન્ફેક્શનથીલઈને ગંભીર સ્થિતિમાં સ્વાઈન ફ્લુ અથવા અન્ય કોઈ પણ વાઇરલ ઇન્ફેક્શન હોઈ શકે છે. આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ પરંતુ, આ લક્ષણો પણ કોરાનાવાઈરસની હાજરી પૂરતા નથી.
  • પરંતુ જો સૂકી ઉધરસ અને ભારે તાવની સાથોસાથ સાંધાનો દુખાવો ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો તે કોરોના વાઇરસનાં લક્ષણો હોઈ શકે છે. આ સ્થિતિમાં તમને કોરોનાવાઈરસનો ચેપ લાગ્યો છે કે કેમ તે નક્કી કરવા માટે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. જોકે આ સ્થિતિમાં પણ ગભરાયા વિના સેલ્ફ ક્વૉરન્ટાઈનમાં રહીને સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ.

આલ્કોહોલ લેવાથી કોરોનાવાઈરસ સામે રક્ષણ મેળવી શકાતું નથી
કોરોનાવાઇરસને લઈને ચાલી રહેલી અનેક અફવાઓમાં આલ્કોહોલનો સમાવેશ થાય છે. વહેતી વાતો પ્રમાણે આલ્કોહોલનું સેવન કરવાથી કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવી શકાય છે અથવા તેને અટકાવી શકાય છે. આ વાતને ડો. અંશુલે વખોડી છે. તેમના મત મુજબ 70% આલ્કોહોલ ધરાવતા સેનિટાઇઝરથી નિર્જીવ વસ્તુ પર વાઈરસ નાશ પામે છે અને તેનાથી હાથને સેનિટાઇઝ કરી શકાય છે, પરંતુ આલ્કોહોલનું સેવન કરવાથી શરીરની અંદર રહેલાં વાઈરસને નાશ કરી શકાતા નથી.

માત્ર દુપટ્ટો અને રૂમાલ બાંધીને પણ સુરક્ષિત રહી શકાય છે
કોરોના વાઈરસથી બચવા માટે બજારમાં N95 માર્ક્સ ધરાવતા અને 3 લેયર માસ્કની માગ વધી છે. ડો. અંશુલના જણાવ્યા પ્રમાણે આ માસ્ક્સની જરૂર એ લોકોને છે જે લોકોના પરિવારમાં કોઈને આ વાઈરસનું સંક્રમણ છે અથવા તેઓ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય. સામાન્ય માણસ 3 લેયર દુપટ્ટો કે 2 લેયર રૂમાલ બાંધીને પણ વાઈરસ સામે રક્ષણ મેળવી શકે છે.

વારંવાર સેનિટાઇઝરને બદલે સાબુથી પણ હાથ સાફ કરી શકાય છે
કોરોના વાઇરસને ભયને લીધે સેનિટાઇઝરના ઉપયોગનું વલણ પણ વધ્યું છે. ડો. અંશુલના જણાવ્યા અનુસાર જરૂર વગર વારંવાર સેનિટાઇઝરને બદલે સાબુથી હાથ ધોવા જોઈએ. તકેદારીના ભાગ રૂપે હાથને જંતુમુક્ત કરવા હાથ ધોતી વખતે મોં પણ ધોવું જોઈએ.

ગભરાવાની જરૂર નથી માત્ર સાવચેતીની જરૂર છે
ડો. અંશુલના જણાવ્યા અનુસાર આ વાઈરસ અન્ય વાઇરસની જેમ સામાન્ય વાઇરસ છે તેનાથી ગભરાવવાની જરૂર નથી માત્ર થોડી તકેદારી અને સાવધાની રાખવાની જરૂર છે. ડોક્ટર જરૂર વગર હાથ ન મિલાવવાની સલાહ આપે છે. સાથે જ ટ્રાવેલ કર્યા પછી અથવા ઘરની બહાર જઈને આવ્યા બાદ સાબુથી હાથ-મોં ધોવાની પણ સલાહ આપે છે. આ વાઈરસના ભયને લીધે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. આવી જ સજાગતા અને સતર્કતા કાયમી રાખવાની લોકોને ડોકટરે સલાહ આપી છે. કોરોના વાઇરસ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર વધારે ઝડપથી અસર કરે છે. તેથી કોરોનાથી જ નહીં અન્ય કોઈ પણ બીમારી કે વાઈરસ સામે રક્ષણ મેળવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે તેવી ડાયટ અને એકર્સાઈઝ કરવી જોઈએ. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો