• Home
  • Youth Zone
  • Inspirational
  • NCC was so in love that Shailaja Dhami, India's first female flight commander, was crying while admission to engineering.

ગૌરવ / NCC પ્રત્યે એટલો પ્રેમ હતો કે એન્જિનિયરિંગમાં એડમિશન વખતે ભારતની પ્રથમ મહિલા ફ્લાઈટ કમાન્ડર શૈલજા ધામી રડી પડ્યાં હતાં

NCC was so in love that Shailaja Dhami, India's first female flight commander, was crying while admission to engineering.
NCC was so in love that Shailaja Dhami, India's first female flight commander, was crying while admission to engineering.

  • ભારતીય વાયુસેનામાં દેશની પ્રથમ મહિલા ફ્લાઈટ કમાન્ડર બની લુધિયાનાની શૈલજા ધામી
  • માતા દેવ કુમારીએ કહ્યું, ધામી અભ્યાસમાં કમજોર હતી, પરંતુ જે નક્કી કરી લે તે પૂરું કરીને રહેતી

Divyabhaskar.com

Sep 02, 2019, 11:52 AM IST

યૂથ ઝોન ડેસ્ક. દેશ માટે પોતાનું બલિદાન આપીને દેશને આઝાદ કરાવવામાં ફાળો આપનારા શહીદ કરતારસિંહ સરાભાના નામના પ્રખ્યાત ગામમાં ઉછરેલી શૈલજા ધામીએ ભારતીય વાયુસેના દળની પહેલી મહિલા ફલાઈટ કમાન્ડ બનીને ઈતિહાસ રચ્યો છે. શૈલજાએ હિંડન એરબેઝ પર ચેતક હેલિકોપ્ટર યુનિટ ફ્લાઈટ કમાન્ડરનું પદ સંભાળ્યું છે

લુધિયાનાની શૈલજા 15 વર્ષથી ઈન્ડિયન એરફોર્સમાં કાર્યરત છે અને આ પહેલીવાર નથી જ્યારે તેમણે કોઈ ઇતિહાસ રચ્યો હોય. આ પહેલા પણ શૈલજા પહેલી મહિલા ફ્લાઈંગ ઈન્સ્ટ્રક્ટર રહી ચૂક્યાં છે અને ફ્લાઈંગ બ્રાંચની કાયમી કમિશન મેળવનાર પ્રથમ મહિલા છે. એટલે કે, તેમણે લાંબા કાર્યકાળ(13 વર્ષ કરતાં વધુ) માટે ફ્લાઈંગ બ્રાંચમાં કાયમી કમિશન આપવામાં આવ્યું છે.

વીજળી બોર્ડના એસડીઓ રિટાયર્ડ હરકેશ ધામી અને વોટર સપ્લાય એન્ડ સેનિટેશનમાંથી રિટાયર્ડ થયેલાં દેવ કુમારીના જણાવ્યા પ્રમાણે, સ્કૂલનો અભ્યાસ પૂરો થયા બાદ એન્જિનિયરિંગ કોલેજમાં શૈલજાનું એડમિશન લેવાનું હતું. એડમિશન માટે જલંધરમાં પૈસા જમા કરવા જતાં હતાં ત્યારે શૈલજા રડવા લાગી. તેણે એનસીસી પ્રત્યે એટલો લગાવ હતો કે તે છોડવા માટે તૈયાર નહોતી. શૈલજાએ કહ્યું હતું કે જો તે એન્જિનિયરનો અભ્યાસ કરવા જશે તો તે એનસીસીમાં રહી શકશે નહીં.

પસંદગી દરમિયાન શૈલજાને મેડિકલ ટેસ્ટમાં ફેઈલ થઈ હતી

શૈલજાના પિતા હરકેશ ધામીએ જણાવ્યું હતું કે શૈલજાનું બીએસસીનું રિઝલ્ટ આવવાનું બાકી હતું અને તેનું સિલેક્શન ફ્લાઈંગ એરફોર્સમાં થયું. મેડિકલ ટેસ્ટ દરમિયાન હાઈટ ઓછી પડી હતી. નિયમ પ્રમાણે હાઈટ બરબોર હતી પરંતુ દિલ્હીમાં જ્યારે મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો તો તેમાં તે નિષ્ફળ રહી હતી. ત્યારબાદ લુધિયાના આવીને સીએમઓ પાસે ફરીથી મેડિકલ ટેસ્ટ કરાવ્યો અને મેડિકલ રિપોર્ટ મોકલ્યો. ત્યારબાદ એફએમસી પૂનામાં ફરીથી મેડિકલ ચેકઅપ થયું. જેમાં શૈલજાની હાઈટ નિયમ પ્રમાણે યોગ્ય હતી.

એનસીસી એર વિંગ બાદ હિંમત વધી

શૈલજાના પિતાના જણાવ્યા અનુસાર, લુધિયાનાની કપૂર હોસ્પિટલમાં શૈલજાનો જન્મ થયો છે. શૈલજાએ પહેલા ધોરણથી લઈને 10મા ધોરણ સુધી પીએયુની સરકારી શાળામાં અભ્યાસ કર્યો. ત્યારબાદ 12મા ધોરણથી બીએસસી નોન મેડિકલનો અભ્યાસ ખાલસા કોલેજ ઘુમાર મંડીથી કર્યો. 12મા ધોરણમાં એનસીસી એર વિંગમાં મૂકી. અભ્યાસ દરમિયાન હિસારમાં ઓપન ગ્લાઈડિંગ ટૂર્નામેન્ટમાં સ્પોટ લેન્ડિગમાં બીજા ક્રમે આવી. આ જીતથી શૈલજાને હિંમત મળી અને ત્યારબાદ તેણે પાછળ વળીને જોયું નથી.

રી-પબ્લિક ડે પર મેડલ જીત્યો હતો

અભ્યાસ દરમિયાન દિલ્હીમાં રી-પબ્લિક ડે પર શૈલજાએ પેરા-ગ્લાઈડિંગમાં મેડલ જીત્યો હતો. તે દરમિયાન ગવર્નર ઓફ પંજાબે ચા પીવડાવીને સન્માન કર્યું હતું. ત્યારબાદ રક્ષામંત્રીએ રી-પબ્લિક ડે પર જીતનારા 18 બાળકોને ચા પર બોલાવીને સન્માનિત કર્યા હતા.

બાળકો સાથે ઓછી થતી વાત

શૈલજાના માતા-પિતાના જણાવ્યા અનુસાર, શૈલજા સાથે તેમની વાત બહુ ઓછી થતી હતી. તે અભ્યાસમાં એવરેજ હતી પરંતુ તેણે જે કરવાનું નક્કી કર્યું હોય તે પૂરું કરતી. તેના લગ્ન દહેરાદૂનમાં 2004માં વિંગ કમાન્ડર વિનીત જોશી સાથે થયા. બિઝી શેડ્યૂલને કારણે ક્યારેક ક્યારેક જ વાત થાય છે.

અમે પીએબીટી ટેસ્ટ આપવાની ના પાડી

પિતા હરકેશના જણાવ્યા અનુસાર, અભ્યાસ દરમિયાન તેને પીએબીટી ટેસ્ટ આપવાની તક મળી હતી. શૈલજાએ કહ્યું હતું, 'પિતા તૈયાર નહોતા અને તેથી હું ટેસ્ટ આપી શકતી નહોતી. કોલેજમાં એનસીસીના સરે મને એક્ઝામ આપવાનું કહ્યું અને વાંચવા માટે બુક પણ આપી હતી. ઘરે આવ્યા બાદ મેં પણ ટેસ્ટ આપવાની ના પાડી દીધી.' બીજા દિવસે સવારે સરનો ફોન શૈલજા પર આવ્યો તો તેણે કહ્યું કે તે ટેસ્ટ આપશે નહીં. પછી સરના કહેવા પર શૈલજાએ પરીક્ષા આપી. સ્ટાફ સિલેક્શન બોર્ડ તરફથી અંતમાં ત્રણ બાળકોને પસંદ કરવામાં આવ્યા, જેમાં લુધિયાના, ચંડીગઢ અને એમપીના બાળકો હતા.

X
NCC was so in love that Shailaja Dhami, India's first female flight commander, was crying while admission to engineering.
NCC was so in love that Shailaja Dhami, India's first female flight commander, was crying while admission to engineering.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી