તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:NCBએ મુંબઈ-અમદાવાદથી લાખ્ખોના માદક પદાર્થ સાથે બે તસ્કરને ઝડપી લીધા

મુંબઇ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાર્કોટિક કંટ્રોલ બ્યુરોએ કુરિયર પાર્સલ દ્વારા લવાતા ડ્રગ્સ રેકેટ ઝડપી પાડ્યું

નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ આંતરરાષ્ટ્રીય કુરિયર પાર્સલ દ્વારા ભારતમાં ઘુસાડવામાં આવતાં ડ્રગ્સના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. કુરિયરના પાર્સલની તપાસ દરમિયાન એનસીબીએ આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 50 લાખનો ગાંજા નામે માદકપદાર્થ સાથે મુંબઇ અને અમદાવાદના બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે.એનસીબીના જણાવ્યા મુજબ, કુરિયર દ્વારા દેશમાં પ્રતિબંધિત ડ્રગ્સ લવાતું હોવાની માહિતી મળી હતી. ત્યાર બાદ શુક્રવારે ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની આગેવાની હેઠળ એનસીબીની મુંબઇની ટીમે લોનાવાલા પોસ્ટ ઓફિસ ખાતે એક પાર્સલ અટકાવ્યું હતું.

પાર્સલ કોને મળવાનું હતું તેની વધુ તપાસ દરમિયાન એજન્સીએ કરેલી તપાસમાં નવી મુંબઈના નેરુલ ખાતે ભીમાશંકર સીએચએસમાં આ ગાંજાનો જથ્થો મોકલવામાં આવવાનો હતો એવું બહાર આવ્યું હતું. આ મામલે ગુજરાતના અમદાવાદમાં રહેતા 26 વર્ષીય શ્રીમય શાહ અને નેરુલના રહેવાસી ઓમકાર તુપે (28)ની ધરપકડ કરી હતી. વાનખેડેએ જણાવ્યું હતું કે, જપ્ત કરેલા પ્રતિબંધ ડ્રગ્સનો સ્રોત કેનેડા છે અને તે મુંબઈ અને અમદાવાદ લઈ જવાનો હતો.એજન્સીના જણાવ્યા અનુસાર કુરિયરની કોઈ ચકાસણી નહીં થાય તે માટે મુંબઇ નજીક લોનાવાલા ખાતે પહોંચાડવામાં આવ્યું હતું.

શુક્રવારે અને શનિવારે એનસીબીને મળેલી માહિતીને આધારે પુણે નજીક લોનાવાલા પોસ્ટ ઓફિસ પર એક પાર્સલ અટકાવી કબજે કર્યું હતું, જેમાંથી ક્યુરેટેડ મારિજુઆના, ગાંજો અને બડ નામે 1036 ગ્રામ માદક પદાર્થ જપ્ત કર્યો હતો, જે યુએસએથી લાવવામાં આવ્યો હતો અને તે મુંબઇ અને અમદાવાદ મોકલવામાં આવવાનો હતો. સોર્સ ડેસ્ટિનેશનના આધારે એનસીબીએ શનિવારે મોડી રાત્રે શ્રીમય પરેશ શાહની ધરપકડ કરી હતી, જે ગુજરાતના અમદાવાદનો રહેવાસી અને નવી મુંબઈના નેરુલનો રહેવાસી જયપ્રકાશ તુપેની પણ ધરપકડ કરી હતી.

શાહ ડ્રગ્સ તસ્કરીમાં હોવાનું માનવામાં આવે છે, જ્યારે તુપે ગ્રાહક છે.શહેરની આજુબાજુના વિસ્તારોનો ઉપયોગ તસ્કરો દ્વારા પ્રતિબંધિત માદક પદાર્થો માટે લાવવામાં આવ્યો હશે. તેમાં વધુ લોકો સામેલ છે કે નહીં તેની તપાસ એજન્સી કરી રહી છે. એનસીબીએ ગાંજાની ગેરકાયદેસર આયાત સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે, જે મુખ્યત્વે યુએસએ અને કેનેડામાંથી મેળવાય છે અને મુંબઈની બજારની ભારે માગણી છે. એજન્સીએ જણાવ્યું છે કે, મુંબઈ ક્ષેત્રમાં ગાંજાના વ્યાપક ઉપયોગ અને માગણીના કારણે ગ્રે માર્કેટમાં કિંમતોમાં વધારો થયો છે અને તેને કારણે તસ્કરીમાં મોટો વધારો થયો છે. ગાંજાનું સોર્સિંગ મુખ્યત્વે ડાર્કનેટ દ્વારા થાય છે, જે ખરીદદારો અને વેચાણકર્તાઓનાં નામ ખાનગી રાખે છે. આ પ્રકારની આંતરરાષ્ટ્રીય ડ્રગ્સની હેરાફેરીમાં આર્થિક વ્યવહાર ક્રિપ્ટોકરન્સી સોદા પર આધારિત હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નશીલા પદાર્થો સામે લડતી એજન્સીઓના જણાવ્યા મુજબ ડ્રગ કાર્ટલ્સ ડ્રગ્સની દાણચોરી માટે કુરિયર સેવાઓનો ઉપયોગ કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો