તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Navvilas Parva (Navratri) The Holy Festival Of Receiving The Supernatural Privilege Of Maharasalila For All Vrajbhaktas Pushtibhaktas

માતૃ વંદના:નવવિલાસ પર્વ (નવરાત્રિ) સૌ વ્રજભક્તો-પુષ્ટિભક્તો માટે મહારાસલીલાનો અલૌકિક લહાવો પ્રાપ્ત કરવાનું પાવન પર્વ

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુષ્ટિમાર્ગમાં નવરાત્રિ વિશે ગો. શ્રી દ્વારાકેશલાલજી મહારાજનું ચિંતન...
  • પુષ્ટિમાર્ગમાં વિલાસનો અર્થ ભૌતિકભોગ નહીં પણ મહાપ્રભુજી સાથે રાસ ‘આત્મિયતા’ ખેલવાનો અ ર્થ છે

આ જે કલિયુગના અતિ પ્રભાવમાં સર્વત્ર રાગ, દ્વેષ અને ઈર્ષાનું સામ્રાજ્ય પ્રવર્તે છે, ત્યારે પુષ્ટિમાર્ગ આ બધું ત્યાગીને પરસ્પર નિષ્કામ પ્રેમનું અનુમોદન કરતા શીખવે છે. હકીકતમાં પ્રેમલક્ષણા ભક્તિનું નામ જ પુષ્ટિમાર્ગ છે. આજથી પાંચસો વર્ષ પૂર્વે શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગ પ્રસ્થાપિત કરી મનુષ્યને ગૃહસ્થાશ્રમમાં રહી પોતાની તમામ ફરજો નિર્વાહ કરતાં કરતાં મહાપ્રભુજી તરફ પોતાની સર્વે વૃત્તિઓને કેન્દ્રિત કરી પરમોચ્ચ ફળની પ્રાપ્તિ કરાવી છે.

પ્રેમલક્ષણા પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ પણ માતૃવંદનાને અનેરું મહત્વ આપ્યું છે. માતૃવંદનાનુંં આ પાવન નવરાત્રિ પર્વ પુષ્ટિમાર્ગમાં ‘ વનવિલાસ પર્વ ‘ તરીકે ઓળખાય છે. આસોસુદ એકમથી નોમ સુધીના નવ દિવસ વ્રજભક્તો વનદેવીનું અનુષ્ઠાન અને પૂજન-અર્ચન કરી શ્રી મહાપ્રભુજીને પ્રાપ્ત કરવાની ભક્તિ કરે છે. શરદઋતુના પ્રારંભને જલ, વાયુ અને સૂર્યના પ્રભાવનો મહત્વપૂર્ણ સંગમ માનવામાં આવ્યો છે. આ સમયમાં નવવિલાસ પર્વને (નવરાત્રિ) ભક્તિ અને પરમાત્માની શક્તિ માટે સૌથી શુભ અવધિ માનવામાં આવે છે. આ પૂજાનો પ્રારંભ વૈદિકયુગથી પારંપરિક રીતે ચાલતો આવ્યો છે. માટે જ આ પર્વ આત્મનિરીક્ષણ અને આત્મશુદ્ધિનું પણ પર્વ હોવાથી પરમ કલ્યાણકારી પર્વ છે.

પુષ્ટિમાર્ગમાં વિલાસનો અર્થ ‘ ભૌતિકભોગ’ નહીં, પરંતુ ‘વિલસવું’ એટલે કે ‘ખેલવું’ એવો કરવામાં આવે છે. અહીંયા મહાપ્રભુજી સાથે રાસ (આત્મીયતા) ખેલવાનો અર્થ છે. શ્રીકૃષ્ણ પોતાની અનુરાગી રાધાજી અને પ્રધાન અષ્ઠ સહચરી શ્રી ચંદ્રાવલીજી, શ્રી લલીતાજી, શ્રી વિશાખાજી, શ્રી ચંદ્રભાગાજી, શ્રી અંજાવલીજી, શ્રી રાઈ વ્રજસુંદરીજી, શ્રી કૃષ્ણાવતીજી, શ્રી ભામાસખીજી સાથે વ્રજની પાવન ભૂમિના નવ લીલા સ્થળોમાં મહારાસ રમે છે. આ મહારાસમાં અસંખ્ય વ્રજભક્તો પણ જોડાયેલાં હોય છે. પ્રથમ વિલાસનું આયોજન વૃંદાવનમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગોપીજનો જાતજાતના ભોગ સામગ્રીના થાળો લઈને આવે છે અને યુગલ શ્યામ સુંદર શ્રી મહાપ્રભુજીને આરોગાવે છે તથા ત્યાં વનદેવીને પ્રાથના કરે છે : ‘હે વનદેવી ! શ્યામ સુંદર શ્રી કૃષ્ણ પ્રભુ અમને અલૌકિક પતિ સ્વરૂપે પ્રાપ્ત થાય તેવી અમારાં પર કૃપા વરસાવજો.’

ત્યારબાદ આવી જ રીતે શ્રી રાધાજી અને તેમની અષ્ટ સહચરી સાથે મહાપ્રભુજી વ્રજની વિવિધ લીલા સ્થલીઓમાં વિલાસ પર્વનો અદભુત આનંદ પ્રાપ્ત કરે છે. આવી રીતે નવવિલાસ પર્વમાં વ્રજભક્તો સુંદર રાગ-રાગિણીમાં સંકીર્તન કરે છે:

રંગે રમે આનંદે રમે, રાધા નિકુંજમાં રંગે રમે;
રાધાને ચરણે સોનાના ઝાંઝર, મોહનના મુકુટ મનને ગમે.

નવવિલાસના નવ દિવસ આ પ્રકારે વ્રજભક્તો કુંજની પાવનભૂમિના જૂદાં જૂદાં વનમાં પ્રિયા-પ્રિયતમને (રાધા-કૃષ્ણ) યુગલ સ્વરૂપે પધરાવી તેમનું અનુષ્ઠાન, પૂજન-અર્ચન કરી વિવિધ વ્યંજનના ભોગ ધરાવી તેમની સાથે સાથે રાસરમણ દ્વારા પોતાના જીવનને ધન્ય બનાવે છે. આ પ્રમાણે નવવિલાસ પર્વ (નવરાત્રિ) સૌ વ્રજભક્તો અને પુષ્ટિભક્તો માટે મહારાસલીલાનો અલૌકિક લહાવો પ્રાપ્ત કરવાનું પાવન પર્વ છે. પુષ્ટિભક્તો વનદેવી સાથે યમુનાજીના પણ ગરબા ગાય છે. શ્રીકૃષ્ણની સર્વોચ્ચ અને સર્વોત્તમ પ્રિય મહાશક્તિ શ્રી રાધાજીનાપણ ગુણગાન અને ગરબા ગાય છે: “ મારો સોનાનો ઘડુલો રે મહરાણી મા મલકે છે, મારી મોતીની ઈંઢોણી રે મહરાણી મા મલકે છે.” શ્રીકૃષ્ણ કનૈયાલાલ કી જય ! જય રાસબિહારી લાલકી !

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો