તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવધૂત જયંતી વિશેષ:‘બાપજી’ના પગલાંથી નવસારી પણ ધન્ય થયુ છે

નવસારી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાંસાપોરમાં જે મકાનમાં પધાર્યા હતા તે મકાન અને સાથે હજુ હયાત તેમણે રોપેલ અવડુંબરનું વૃક્ષ

‘જેને અવધૂત મળ્યા તેના સો દુઃખ ટળ્યા’ નવસારી વિજલપોરનાં જાણીતા ભજનિક સ્વ. મનુભાઈ દેસાઈ (ઉટડીકર ) આ ભજન ગાતા હતા. જેના પાવન પગલાંથી નારેશ્વરની ભૂમિ તીર્થભૂમિ બની એ નારેશ્વરના નાથ રંગ અવધૂત મહારાજનો જન્મ સંવત 1955 ના કારતક સુદ નોમના દિવસે ગોધરામાં થયો હતો અને તેની જન્મજયંતી આવતીકાલે 23મીને સોમવારે છે (અંગ્રેજી મહિના મુજબ 21 નવેમ્બર 1898)’બાપજી’ના નામથી ઓળખાયેલા આ સંતના પાવન પગલાં નવસારી જિલ્લામાં પણ પડ્યા હતા. બાપજી જિલ્લામાં એક જગ્યાએ એકાદ દિવસ નહીં પણ અનેક જગ્યાએ દિવસો રોકાયા પણ હતા. આ અંગે નવસારી પાલિકાના નિવૃતકર્મી અને રંગ અવધૂત પરિવારના મહાદેવ દેસાઇ જણાવે છે કે,નવસારીમાં પણ પધરામણી કરી હતી. પારફળિયા રામજીભાઈ નાયકને ત્યાં,લુન્સીકુઈ ધડાકાના મકાનમાં અને ડૉ.મનહરભાઈ શાહને ત્યાં પણ પધાર્યા હતા. નવસારી નજીકના હાંસાપોરમાં બળવંતભાઈ આર. વશી (કલકત્તાવાળા) (વશી ફેમિલી)ના નિવાસસ્થાને તો 7 દિવસ રોકાયા પણ હતા અને ત્યાં રોપેલ ‘અવડુંબર’વૃક્ષ તો આજે પણ હયાત છે.

સોનવાડીમાં પધારેલ બાપજી ફાઇલ તસવીર.
સોનવાડીમાં પધારેલ બાપજી ફાઇલ તસવીર.

બાપજી 1962ના અરસામાં સોનવાડી રામજી મંદિરમાં આવ્યા હતા અને ત્યાંના ઈશ્વરભાઈ ભીમભાઈના ઘરે પણ પધરામણી કરી હતી. ધમડાછા ગામે ભરતભાઈ વશીની વાડીમાં પણ દિવસો રોકાયા હોવાનું જાણવા મળે છે. મહાદેવ દેસાઈજણાવે છે કે આ ઉપરાંત ગણદેવી નવલભાઈ વૈદને ત્યાં, બીલીમોરા ડાહ્યાભાઈ મિસ્ત્રી અને મગનભાઈ ટ્રેક્ટરવાળાને ત્યાં, અમલસાડના ગાંધી પરિવાર અને ભીખુભાઇ વૈદને ત્યાં પણ બાપજીની પધરામણી થઈ હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ પધાર્યાનું જાણવા મળે છે. અવધૂતજીની જિલ્લામાં પધરામણીથી મોટી સંખ્યામાં લોકો ધન્ય થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો