તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિકાલ:નિસર્ગ સાયન્સ સેન્ટરે 1 માસમાં નાગરિકો પાસેથી 5 ટન ઇ-વેસ્ટ એકત્ર કર્યું

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇ વેસ્ટનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ જરૂરી : મેયર

સંસ્થા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા છેલ્લા 1 માસ દરમિયાન નાગરિકો પાસેથી 5 ટન ઈ-વેસ્ટ ભેગુ કરાયું છે. જેના નિકાલ માટે વેસ્ટ ભરેલી મીની ટ્રકને મેયર રીટાબહેેન પટેલ દ્વારા 16મીએ વિશ્વ ઓઝોન દિવસે લીલી ઝંડી આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં સંસ્થાના અધ્યક્ષ અનિલભાઇ પટેલ, ગાંધીનગર શહેર વસાહત મહામંડળના પ્રમુખ અરૂણભાઇ બુચ, જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડી. સી. વંકાણી, ઇ-કોલી વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર દિપેશભાઇ પટેલ સહિતના લોકો હાજર રહ્યા હતા. મેયર રીટાબેન પટેલે આ તકે ઉદ્દબોધનમાં જણાવ્યું કે, ‘નગરની સ્વૈચ્છિક સંસ્થાઓના સહયારા પ્રયાસથી પર્યાવરણની સુરક્ષાની દિશામાં આપણે એક ડગલું આગળ વધી શક્યા છીએ. ઇ-વેસ્ટના કારણે પૃથ્વિના રક્ષણ માટે અત્યંત જરૂરી એવા ઓઝોનના પડને વ્યાપક નુકશાન થઇ રહ્યું છે.

પર્યવરણીય નુકશાન અટકાવવા માટે ઇ વેસ્ટનો યોગ્ય અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવે તે ખુબ જરૂરી છે. ત્યારે ઇ વેસ્ટ એકત્ર કરવાના અભિયાનમાં જોડાયેલી દરેક સંસ્થા અને વ્યક્તિઓ અભિનંદનના અધિકારી બને છે.’

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો