તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Natural Farming Can Give A Good Income To The Farmer, Water Is Used 75% Less, Production Cost Is Also Reduced By 10%

ખેતી:કુદરતી ખેતીથી ખેડૂત સારી આવક કરી શકે છે, પાણી 75 ટકા ઓછું વપરાય છે, ઉત્પાદન ખર્ચ પણ 10 ટકા ઓછો આવે છે

નવી દિલ્હી13 દિવસ પહેલાલેખક: ધર્મેન્દ્રસિંહ ભદૌરિયા
  • કૉપી લિંક
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, અમે કૃષિમાં ઈનોવેશન અને પરંપરાગત પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
  • સરકાર ઓર્ગેનિક ખેતી પછી હવે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપશે
  • માટીની ગુણવત્તા અને જૈવ વૈવિધ્યમાં સુધારાની યોજના

ભારત સરકાર હવે કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી રહી છે. આ મુદ્દે નીતિ આયોગ અને કૃષિ મંત્રાલયે કામ શરૂ કર્યું છે. આ યોજના હેઠળ શરૂમાં અસિંચિત ક્ષેત્રમાં તેને પ્રોત્સાહન અપાશે, જેથી દેશના અનાજ ભંડાર પર કોઈ અસર ના પડે. નીતિ આયોગ ઝડપથી કુદરતી ખેતીની ઉપજના સર્ટિફિકેટ અને સાયન્ટિફિક ડેટા સંગ્રહનું કામ શરૂ કરશે. દેશમાં આગામી પાંચ વર્ષમાં 12 લાખ હેક્ટરમાં કુદરતી ખેતી શરૂ થવાનું અનુમાન છે. હાલ આશરે 25 લાખ ખેડૂત કુદરતી ખેતી કરે છે.

નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કહ્યું કે, કુદરતી ખેતી આપણી વર્ષો જૂની કેમિકલ મુક્ત પરંપરાગત ખેતીની પદ્ધતિ છે. તેમાં ખેતીમાં ઉપલબ્ધ કુદરતી જૈવ સંસાધનનો ઉપયોગ કરાયછે. આ પદ્ધતિ માટીની ગુણવત્તા, જૈવ વૈવિધ્ય સુધારવામાં પણ મદદરૂપ થાય છે. તેમાં પાણી પણ 25% ઓછું વપરાય છે અને ઉત્પાદન ખર્ચ પણ 10% ઓછો આવે છે. તેમાં જમીનનું ઓર્ગેનિક કાર્બન પણ બચી જાય છે. તેમાંથી આવક પણ કેમિકલવાળી ખેતી જેટલી જ અથવા તો તેનાથી વધુ થાય છે.

યોજના: 600 મોટા બ્લોકમાં બે હજાર હેક્ટરમાં ક્લસ્ટર બનાવાશે
નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર કૃષિ ડૉ. નીલમ પટેલે જણાવ્યું કે, ઓર્ગેનિક ખેતીમાં અળસિયાનો ઉપયોગ થાય છે, પરંતુ કુદરતી ખેતીમાં તેનો પણ ઉપયોગ નથી થતો. દેશમાં 600 મોટા બ્લોકમાં બે હજાર હેક્ટરમાં ક્લસ્ટર બનાવાશે. અમે સ્થાનિક ભાષામાં ડેટા કલેક્શન કરીશું, જેનાથી ખેડૂતો સુધી યોગ્ય ચીજ પહોંચે. સરકાર ગુણવત્તા અને પોષણ પર જોર આપી રહી છે. ખેડૂત ખાતરના બદલે વીજામૃત, પંચગવ્ય અને ધનજીવામૃતનો ઉપયોગ કરશે. ધનજીવામૃત માટે એક એકરમાં 100 કિલો ગોબર, એક કિલો ગોળ અને બે કિલો બેસનનો ઉપયોગ થઈ શકે છે.

આ યોજનામાં ખેડૂતોને રૂ. 12 હજારની આર્થિક મદદ અપાય છે: કૃષિ મંત્રી
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, અમે કૃષિમાં ઈનોવેશન અને પરંપરાગત પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આંધ્રપ્રદેશ, કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને કેરળ સહિત અનેક મોટા રાજ્યોએ કુદરતી ખેતી અપનાવી છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના હેઠળ ભારતીય કુદરતી ખેતી પદ્ધતિ યોજના કે કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરાય છે. આ યોજનામાં ખેડૂતોને ત્રણ વર્ષ માટે રૂ. 12 હજારની સહાય પણ અપાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો