તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સુવિધા:નેશનલ પરમિટ હવે ઓનલાઇન નીકળી શકશે, ટ્રાવેલ્સ સંચાલકોએ RTOમાં ધક્કો નહીં ખાવો પડે

વડોદરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક

આરટીઓમાં હવે નેશનલ પરમિટ માટે ટ્રાવેલ્સ સંચાલકોને ધક્કો ખાવો નહીં પડે. કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ પરમિટની સુવિધા ઓનલાઇન કરવામાં આવી છે. વડોદરા આરટીઓ દ્વારા આ માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતથી રાજસ્થાન સુધી બસમાં મુસાફરી કરનારા લોકો હોય છે. વડોદરાથી શિરડી, શ્રીનાથજી, અંબાજી જેવા સ્થળ માટે બસો ઊપડતી હોય છે. જ્યારે સરકાર દ્વારા નેશનલ પરમિટની બસને ઓનલાઇન પરમિટ આપવાની સુવિધા ઊભી કરતાં મોટી રાહત થશે. જોકે સ્ટેજ કેરેજ તરીકે મુસાફરોને બેસાડી ચાલતી બસને વાસ્તવમાં માન્યતા નથી. નેશનલ પરમિટ લઈને સ્ટેજ કેરેજ તરીકે યૂઝ કરવો એ ચર્ચા સ્થાને છે. સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કેરેજ માટે વપરાતી બસોને હજુ ઓનલાઈન કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટ કેરેજમાં વ્યક્તિ દ્વારા પોતાના વપરાશ માટે લગ્ન પ્રસંગ કે અન્ય પ્રવાસ માટે બસ લઈ જવામાં આવતી હોય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો