અયોધ્યા ચૂકાદો / રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષે કહ્યું- રિવ્યૂ પિટીશન મુસ્લિમોના હિતમાં નહીં  

આયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન રિઝવી, ફાઇલ ફોટો
આયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન રિઝવી, ફાઇલ ફોટો

  • આયોગના અધ્યક્ષે કહ્યું કે મુસ્લિમોને જમીન સ્વીકારવી જોઇએ અને રામ મંદિર નિર્માણમાં મદદ કરવી જોઇએ

Divyabhaskar.com

Nov 24, 2019, 03:47 PM IST

નેશનલ ડેસ્ક: રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગનું કહેવું છે કે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ ન કરવી જોઇએ. આયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન રિઝવીનું માનવું છે કે આવો નિર્ણય મુસ્લિમ સમુદાયના હિતમાં નહીં હોય. સાથે તેમણે મુસ્મિલ સમુદાયને મંદિર નિર્માણમાં હિન્દુ સમાજને મદદ કરવાની અપીલ કરી છે. તેમણે અસદુદ્દીન ઓવૈસી પર પણ સવાલ ઉઠાવ્યા.

એક ઇન્ટરવ્યૂમાં રિઝવીએ કહ્યું- અયોધ્યા ચૂકાદા પર રિવ્યૂ પિટીશન દાખલ કરવીએ મુસ્લિમોના હિતમાં નથી. તેનાથી હિન્દુ-મુસ્લિમ એકતાને નુકશાન પહોંચશે. મુસ્લિમ પક્ષને મસ્જિદ માટે આપવામાં આવેલી 5 એકર જમીન સ્વીકારવી જોઇએ.

હિન્દુ સમાજમાં ખોટો સંદેશ જશે- રિઝવી
આયોગના અધ્યક્ષે કહ્યું કે ચૂકાદા વિરુદ્ધ રિવ્યૂ પિટીશન દાખલ કરવાથી હિન્દુ સમાજ વચ્ચે એવો સંદેશ જશે કે રામ મંદિરના નિર્માણમાં મુસ્લિમ સમાજ અવરોધ ઉત્પન્ન કરી રહ્યો છે. તેમણે કહ્યું કે પાંચ એકર જમીન મસ્જિદ માટે સ્વીકારવાથી આપણે ન્યાયપાલિકાનું સન્માન કર્યું તેવો સંદેશ જશે.

ઓવૈસી ઇચ્છે છે કે વોટ મળતા રહે
તેમણે કહ્યું કે સામાન્ય મુસ્લિમ રિવ્યૂના પક્ષમાં નથી કારણ કે તેઓ નથી ઇચ્છતા કે જે મામલા પૂર્ણ થઇ ગયા છે તેમને ફરી ઉઠાવવામાં આવે અને સમાજ આવી બાબતોમાં ફસાય. હૈદરાબાદના સાંસદ ઓવૈસી પર નિશાન સાધતા તેમણે કહ્યું- ઓવૈસી મુસ્લિમોનો ઉપયોગ કરીને રાજકારણ કરવા માગે છે. તેઓ ઇચ્છે છે કે મુસલમાનો આવા જ મુદ્દાઓમાં ફસાયેલા રહે અને તેમને વોટ મળતો રહે.

મુસ્લિમ મંદિર નિર્માણમાં મદદ કરે
ઇન્ટરવ્યૂ દરમિયાન રિઝવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ આયોગના સભ્યોની એક બેઠક આયોજિત થઇ હતી જેમાં સર્વાનુમતે કહેવામાં આવ્યું કે કોર્ટના ચૂકાદાને સ્વીકારવો જોઇએ. તેમણે કહ્યું કે મુસ્લિમોને અયોધ્યામાં મંદિર નિર્માણમાં હિન્દુઓને મદદ કરવી જોઇએ. સાથે હિન્દુઓએ મસ્જિદ બનાવવામાં મદદ કરવી જોઇએ. આ બન્ને સમાજ વચ્ચે ભાઇચારો વધારવામાં નિર્ણાયક બનશે.

તો પછી રિવ્યૂનો અર્થ શું છે
રિઝવીએ કહ્યું કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ જેવા સંગઠનોએ પહેલા વાયદો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સન્માન કરવામાં આવશે પરંતુ હવે તેઓ તેમની જુબાનથી ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઓવૈસી સહિત બોર્ડના માત્ર ચાર-પાંચ સભ્યોજ રિવ્યૂના પક્ષમાં છે. વર્ષોથી તેઓ કહી રહ્યા છે કે તેઓ સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું સન્માન કરશે તો પછી રિવ્યૂ પિટીશનની જરૂર શું છે ?

X
આયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન રિઝવી, ફાઇલ ફોટોઆયોગના અધ્યક્ષ ગયૂરૂલ હસન રિઝવી, ફાઇલ ફોટો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી