તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National Film Awards 2019 Vicky Kaushal Ayushman To Be Honoured For Best Actor Award, Gujarati Film 'Hellaro' Best Film

‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ, અમિતાભને 29 ડિસેમ્બરે ફાળકે સન્માન મળશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ 66મા નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાઈ ગયા. એવોર્ડ ઉપ રાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ આપ્યાં હતાં. આ પ્રસંગે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર, સચિવ રવિ મિત્તલ, જ્યૂરી પ્રમુખ રાહુલ રવૈલ, ઉત્પલ બોરપુજારી, ફિરદૌસુલ હસન, અશોક દુબે તથા વિનર્સ હાજર રહ્યાં હતાં. આ વર્ષે ઓગસ્ટમાં નેશનલ એવોર્ડની જાહેરાત કરવામાં આવી હતી. વિજેતાઓને સ્વર્ણ તથા રજત કમલ આપવામાં આવ્યું હતું. નેશનલ એવોર્ડ સેરેમનીને સોનાલી કુલકર્ણી તથા દિવ્યા દત્તાએ હોસ્ટ કરી હતી.

29 ડિસેમ્બરે બિગ બીને એવોર્ડ મળશે
અમિતાભ બચ્ચને રવિવારે (22 ડિસેમ્બર) ટ્વિટર પર ટ્વીટ કરી હતી કે તેમને તાવ આવતો હોવાથી તે ટ્રાવેલ કરી શકે તેમ નથી અને તેથી જ તેઓ નેશનલ એવોર્ડ સેરેમનીમાં ભાગ લઈ શકશે નહીં.  સમારંભને અંતે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે 29 ડિસેમ્બરે વિજેતાઓની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મુલાકાત કરશે. આ સમય દરમિયાન અમિતાભને 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

‘હેલ્લારો’ની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ
ગુજરાતી ફિલ્મ ‘હેલ્લારો’ને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ તો મળ્યો છે. આ ઉપરાંત ફિલ્મની 13 એક્ટ્રેસિસને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે, જેમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોષી, ડેનિસા, નીલમ પંચાલ, તર્જની વૃંદા, તેજલ પંચસારા, કૌસંબી ભટ્ટ, એકતા, કામિની પંચાલ, જાગૃતિ ઠાકોર, રિદ્ધિ યાદવ તથા પ્રાપ્તિ મહેતાને રજત કમલથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

‘ઉરી’ ને ત્રણ એવોર્ડ
‘ઉરીઃ ધ સર્જકિલ સ્ટ્રાઈક’ને ટોટલ ત્રણ નેશનલ એવોર્ડ મળ્યાં હતાં, જેમાં બેસ્ટ ડિરેક્શન માટે આદિત્ય ધારને નેશનલ એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ વિકી કૌશલને અને બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનરનો એવોર્ડ પણ આ ફિલ્મને મળ્યો હતો.

સુરેખા સિક્રરી વ્હીલ ચેર પર આવ્યાં
ફિલ્મ ‘બધાઈ હો’ માટે સુરેખા સીકરીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. સુરેખા સીકરીની તબિયત છેલ્લાં ઘણાં સમયથી સારી રહેતી નથી અને તેઓ વ્હીલર ચેર પર એવોર્ડ લેવા આવ્યાં હતાં.

વિનર લિસ્ટ
મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટઃ ઉત્તરાખંડ
બેસ્ટ ફિલ્મ ક્રિટિકઃ બ્લે જાની તથા અનંત વિજય
સ્પેશિયલ મૅન્શન એવોર્ડઃ શ્રુતિ હરિહરન, જોજુ જ્યોર્જ (ફિલ્મ ‘જોસેફ’), સાવિત્રી (ફિલ્મ ‘સુદાની ફ્રોમ નાજીરિયા’ તથા ચંદ્રચૂડ રાય

ફીચર ફિલ્મ કેટેગરીઃ
બેસ્ટ એક્ટરઃ આયુષ્માન ખુરાના (અંધાધુન), વિકી કૌશલ (ઉરી)
બેસ્ટ એક્ટ્રેસઃ કીર્તિ સુરેશ (મહાનટી)
બેસ્ટ ચાઈલ્ડ ફિલ્મઃ કન્નડ ફિલ્મ સરકારી હિરિયા પ્રાથમિકા શાલે, કસરગોડુ
બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરઃ સુધાકર રેડ્ડી, મરાટી ફિલ્મ નાલ
સ્પેશિયલ જ્યૂરી એવોર્ડઃ કેદારા (બંગાળી), હેલ્લારો (ગુજરાતી)
બેસ્ટ ડિરેક્શનઃ આદિત્ય ધર (ઉરી)
બેસ્ટ કોસ્ચુયમ ડિઝાઈનરઃ તેલુગુ ફિલ્મ મહાનટી
બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટઃ તેલુગુ ફિલ્મ અવે
બેસ્ટ મ્યૂઝિક ડિરેક્ટરઃ સંજય લીલા ભણશાલી (પદ્માવત)
બેસ્ટ લિરિક્સઃ કન્નડ ફિલ્મ નાથીચરામી
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અરિજિત સિંહ (પદ્માવત, બિનતે દિલ)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગરઃ બિંદુમાલિની (નાથીચરામી, માયાવી માનવે...)
બેસ્ટ ડાયલોગઃ બંગાળી ફિલ્મ તારીખ
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ અંધાધુન
બેસ્ટ ચાઈલ્ડ આર્ટિસ્ટઃ પીવી રોહિત, સાહિબ સિંહ, તલ્હા અર્શદ રેશ્મી તથા શ્રીનિવાસ પોલકે
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ ચી લા સો
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈનરઃ હિંદી ફિલ્મ ઉરી
બેસ્ટ એડિટિંગઃ કન્નડ ફિલ્મ નાથીચરામી
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ મલયાલમ ફિલ્મ કામરા સંભવમ
બેસ્ટ સ્પેશિયલ ઈફેક્ટસ ફિલ્મઃ તેલુગુ ફિલ્મ અવે, કન્નડ ફિલ્મ કેજીએફ
બેસ્ટ કોરિયોગ્રાફીઃ કૃતિ મહેશ તથા જ્યોતી ડી તોમર (‘પદ્માવત’ના ગીત ‘ઘૂમર’ માટે)
બેસ્ટ પોપ્યુલર ફિલ્મઃ બધાઈ હો
સોશિયલ ઇશ્યૂ પર બનેલી બેસ્ટ ફિલ્મઃ પેડમેન
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ સુરેખા સીકરી (બધાઈ હો)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સ્વાનંદ કિરકિરે (ચુંબક)
નરગિસ દત્ત એવોર્ડઃ કન્નડ ફિલ્મ ઓનડલ્લા એરાડલ્લા
બેસ્ટ ફિલ્મ ઓન એન્વાયરમેન્ટઃ મરાઠી ફિલ્મ પાની
બેસ્ટ હિંદી ફિલ્મઃ અંધાધુન
બેસ્ટ કોંકણી ફિલ્મઃ અમોરી
બેસ્ટ બંગાળી ફિલ્મઃ એક છે છીલે રાજા
બેસ્ટ પચન્ગા ફિલ્મઃ ધ લેન્ડ ઓફ પોઈસનસ વુમન
બેસ્ટ ગારો ફિલ્મઃ અન્ના
બેસ્ટ મરાઠી ફિલ્મઃ ભોંગા
બેસ્ટ એક્શનઃ કન્નડ ફિલ્મ કેજીએફ
બેસ્ટ પંજાબી ફિલ્મઃ હરજીતા
બેસ્ટ અસમી ફિલ્મઃ બુલબુલ કેન સિંગ
બેસ્ટ તમિળ ફિલ્મઃ બારમ
બેસ્ટ તેલુગુ ફિલ્મઃ મહાનટી
બેસ્ટ મલયાલમ ફિલ્મઃ સુદાની ફ્રોમ નાઈજીરિયા
બેસ્ટ ઉર્દૂ ફિલ્મઃ હામિદ
બેસ્ટ રાજસ્થાની ફિલ્મઃ ટર્ટલ
બેસ્ટ ગુજરાતી ફિલ્મઃ રેવા

નોન ફીચર ફિલ્મ કેટેગરીઃ
સ્પેશિયલ મેન્શન એવોર્ડઃ મહાન હુતાત્મા (ડિરેક્ટર સાગર પુરનીક), લડ્ડુ (ડિરેક્ટર સમીર સધવાણી તથા કિશોર સધવાણી)
બેસ્ટ નેરેશનઃ મધુબાનીઃ ધ સ્ટેશન ઓફ કલર
બેસ્ટ મ્યૂઝિકઃ જ્યોતિ (કેદાર દિવેકર)
બેસ્ટ એડિટિંગઃ સનરાઈઝ (હેમાંતી સરકાર)
બેસ્ટ ઓડિયોગ્રાફીઃ ચિલ્ડ્રન ઓફ સોઈલ (બિશ્વાદિપ ચેટર્જી)
બેસ્ટ લોકેશન એન્ડ સાઉન્ડઃ ધ સીક્રેટ લાઈફ ઓફ ફ્રોગ્સ (અજય બેદી)
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ ધ સીક્રેટ લાઈફ ઓફ ફ્રોગ્સ (અજય બેદી, વિજય બેદી)
બેસ્ટ ડિરેક્ટરઃ ગૌતમ વાઝ (આઈ શપત)
બેસ્ટ ફિલ્મ ઓન ફેમિલી વેલ્યૂઃ ચલો જીતે હૈં
બેસ્ટ શોર્ટ ફિલ્મઃ કસાબ
સોશિયલ જસ્ટિસઃ વ્હાય મી, એકાંત
બેસ્ટ ઈન્વેસ્ટિગેશન ફિલ્મઃ અમોલી
બેસ્ટ સ્પોર્ટ્સ ફિલ્મઃ સ્વિમિંગ થ્રૂ ધ ડાર્કનેસ
બેસ્ટ એજ્યુકેશન ફિલ્મઃ સરલા વિરાલા
બેસ્ટ ફિલ્મ ઓન સોશિયલ ઈશ્યૂઃ તાલે તે કુંજી
બેસ્ટ એન્વાયરમેન્ટ ફિલ્મઃ ધ વર્લ્ડ્સ મોસ્ટ ફેમસ ટાઈગર
બેસ્ટ પ્રમોશનલ ફિલ્મઃ રિડિસ્કવરિંગ જહન્નુમ
બેસ્ટ ફિલ્મ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજીઃ જીડી નાયડુ ધ એડિસન ઓફ ઈન્ડિયા
બેસ્ટ આર્ટ્સ એન્ડ કલ્ચરલ ફિલ્મઃ મુનકર
બેસ્ટ ડેબ્યૂ ફિલ્મ ઓફ અ ડિરેક્ટરઃ ફેલુદા
બેસ્ટ નોન ફીચર ફિલ્મઃ સન રાઈઝ, ધ સીક્રેટ લાઈફ ઓફ ફ્રોગ્સ

કેવી રીતે વિનરની પસંદગી થઈ?
ફીચર ફિલ્મમાં 31 કેટેગરીમાં 419 ફિલ્મ્સ આવી હતી. 45 દિવસની અંદર જ્યૂરીએ આ ફિલ્મ્સ જોઈ હતી. નોન ફીચર ફિલ્મની 23 કેટેગરી માટે 253 ફિલ્મ્સ આવી હતી. જ્યૂરીએ 28 દિવસની અંદર આ ફિલ્મ્સ જોઈ હતી. જ્યૂરી હેડ રાહુલ રવૈલ છે, જ્યારે નોન ફીચર ફિલ્મ જ્યૂરીના હેડ એ એસ કનલ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો