રાહત / નેશનલ કમિશન ફોર વુમને અનુ મલિક વિરુદ્ધનો સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કેસ બંધ કર્યો

National Commission for Woman closed anu malik case

Divyabhaskar.com

Jan 17, 2020, 01:00 PM IST

મુંબઈઃ અનુ મલિકને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કેસમાં રાહત મળી છે. નેશનલ કમિશન ફોર વુમન (NWS)એ આ કેસ અપૂરતું કમ્યુનિકેશન તથા પુરાવાના અભાવે કેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ફરિયાદી આ કેસમાં પુરાવા લાવે છે તો આ કેસ ફરીવાર ઓપન થશે, તેમ પણ કહ્યું હતું.

ચેરપર્સન રેખા શર્માએ શું કહ્યું?
NWSના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું હતું કે તેમણે ફરિયાદીને આ અંગે લખ્યું હતું. ફરિયાદીએ જવાબ આપ્યો હતો કે તે આ સમયે ટ્રાવેલ કરે છે અને જ્યારે પરત આવશે ત્યારે મળશે. આયોગે 45 દિવસ સુધી રાહ જોઈ અને ડોક્યુમેન્ટ્સની માગણી કરી હતી પરંતુ તેમના તરફથી કોઈ જવાબ આવ્યો નથી. ફરિયાદીએ અનુ મલિક વિરુદ્ધ જે મહિલાઓએ યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો તેમના તરફથી પણ કોઈ જવાબ આવ્યો નહોતો.

બરનાલી શોમે આ જવાબ આપ્યો
NCWની અંડર સેક્રેટરી બરનાલી શોમે ત્રણ જાન્યુઆરી, 2020ના રોજ માધુરી મલ્હોત્રા (હેડ, સ્ટાન્ડર્ડ એન્ડ પ્રેકિટસ, સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ)ને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે સોના મહાપાત્રાની ટ્વીટનો ઉલ્લેખ કર્યો હતો. ટ્વીટ પ્રમાણે, અનેક મહિલાઓએ યૌન શોષણને લઈ વાત કરી હોવા છતાંય અનુ મલિકને નેશનલ ટીવી પર બ્રોડકાસ્ટ થનાર યંગ સ્ટાર્સના શોમાં જજ બનાવવામાં આવ્યા છે. પત્રમાં આગળ લખ્યું હતું કે આ અંગે છ ડિસેમ્બર, 2019ના રોજ તમારો જવાબ આયોગને મળી ગયો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને ફરિયાદી તરફથી કમ્યુનિકેશનનો અભાવ તથા પૂરતા પુરાવા ના મળવાને કારણે આયોગે કેસ બંધ કરી દીધો છે.

કેસ કાયમી રીતે બંધ થયો નથી
અનુ મલિકને થોડો સમય રાહત મળી છે. રેખા શર્માએ કહ્યું હતું કે અનુ મલિકનો કેસ કાયમી રીતે બંધ કરવામાં આવ્યો નથી. જો ફરિયાદી પુરાવા લાવે છે તો કેસ બીજીવાર ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ‘ઈન્ડિયન આઈડલ 11’ની જજ પેનલમાં સામેલ થયા બાદ અનુ મલિક પર યૌન શોષણના આરોપો લાગ્યાં હતાં. વર્ષ 2018માં સોના મહાપાત્રા, નેહા ભસિન તથા શ્વેતા પંડિતે અનુ મલિકે તેમનું યૌન શોષણ કર્યું હોવાનો આરોપ મૂક્યો હતો. શ્વેતા પંડિત તથા સોના મહાપાત્રાએ અનુ મલિકને ‘ઈન્ડિયન આઈડલ’માં જજ બનાવવા પર વિરોધ પ્રગટ કર્યો હતો. જોકે, કાશ્મીરા શાહ તથા સિંગર હેમા સરદેસાઈએ અનુ મલિકને સપોર્ટ કર્યો હતો.

X
National Commission for Woman closed anu malik case

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી