તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:નસવાડી પોલીસે માસ્ક વગર ફરતા લોકોને દંડ ફટકાર્યો

નસવાડી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નસવાડી ટાઉનમાં બે કલાકમાં 18 હજારનો દંડ વસૂલ કર્યો
  • નસવાડી ટાઉન પોલીસ દ્વારા બજારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

નસવાડી ટાઉનમા કોરોના વાયરસના જૂજ કેસ હોય અને કોરોના વાયરસ જતો રહ્યો હોય તેમ નસવાડી ટાઉનમા બાઈક સવારોથી લઈ દરરોજ કોરોના સક્રમણને ભૂલી જઈ વેપાર કરતા વેપારીઓ પોલીસની સૂચનાઓને ઘોળી પી ગયા છે. નસવાડી ટાઉન પોલીસ દ્વારા બજારમા ફૂટ પેટ્રોલીંગ કર્યું હતું. જેમાં જે બાઈક સવાર માસ્ક વગર દેખાયા હતા તેમને સ્થળ પર દંડ કર્યો હતો અને જે વેપારીઓ પોતાની દુકાનમાં ગ્રાહકોને સોશિયલ ડિસ્ટન્સનો અમલ ન કરાવતા હતા તેઓ ગ્રાહકોને દૂર બેસાડ્યા હતા અને માસ્ક પણ પહોરવા જણાવ્યું હતું.

નસવાડી ટાઉનમા પોલીસ દરરોજ કડક હાથે માસ્ક બાબતે ડ્રાઈવ કરે તોજ લોકો માસ્ક પહેરશે તેમ ગ્રામજનો જણાવ્યું છે અને ગમે તેવા નેતા કે કોઈ રાજકીય લાગવગ ધરાવતા લોકોને પણ પોલીસ નિયમ મુજબનો દંડ કરે તેવી ઉગ્ર ગ્રામજનોની માંગ છે. નસવાડી પોલીસ ટાઉનમા નીકળતા 200 દુકાનોમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અમલ જોવા મળ્યો હતો. હાલ માસ્ક એજ વેકસીન છે. જેનો અમલ આમ જનતા કરે તેવી પોલીસ દ્વારા વિનંતી પણ કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો