તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Nari Tu Narayani: A Housewife From Gandhidham Who Fulfills All The Responsibilities Of The House After The Death Of Her Husband

જવાબદારી:નારી તું નારાયણી : પતિના અવસાન બાદ ઘરની તમામ જવાબદારી નિભાવતી ગાંધીધામની ગૃહિણી

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે લાગુ પડેલા લૉકડાઉનના લીધે વિપરીત પરિસ્થિતિઓમાં લોકોની જીવનશૈલી બદલાઈ તેમજ બદલાયેલા વાતાવરણમાં લોકોને વિવિધ સારા નરસા અનુભવ વચ્ચે જીવન પસાર થઈ રહ્યું છે. ગાંધીધામના દક્ષાબેન શૈલેષભાઈ રાજગોરના પતિ રાજગોર લોજ ચલાવતા હતા. તેઓનું છ માસ પહેલા હૃદયરોગના હુમલાને લીધે અવસાન થઈ જતા તેમના લોજનો ધંધો બંધ પડ્યો હતો. તેમની પત્નિ પર આભ તુટી પડેલી સ્થિતિમાં ત્રણ બાળકોની સાથે ઘરની જવાબદારી આવી પડી હતી. એક તરફ ઘરના મુખ્ય વ્યક્તિનું અવસાન તેમજ બીજી તરફ ઘરની આર્થિક જવાબદારીઓ વચ્ચે દક્ષાબેને હાર ન માનતા હૈયે હામ ભરી સાહસનું પગલું ભરતા તેમની લોજની જવાબદારી સ્વીકારી એક જ માસમાં પતિ દ્વારા ઊભી કરેલી ટિફિન સર્વિસ સાથે ફરીથી લોજને પાટે ચડતી કરી છે. તેઓ ખુદ લોજમાં જમવાનું બનાવીને ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે અને તેમના બાળકોનો ઉછેર કરી રહ્યા છે. આ બાબતે તેમણે જણાવ્યું હતું કે પરિસ્થિતિ સારી હોય કે ખરાબ પરંતુ માથે હાથ મૂકીને બેસી રહેવા કરતાં પરિસ્થિતિને પહોંચી વળવા મહેનત કરવામાં આવે તો જ આ સંસારની જવાબદારી પૂરી કરી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો