ઉમેદવારોના નામોની હોળાષ્ટક બાદ જાહેરાતની શકયતા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઉમેદવારોના નામોની હોળાષ્ટક બાદ જાહેરાતની શકયતા
- દમણ-દીવ અને સેલવાસ બેઠક પર ભાજપે ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપ્યો


લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય ભાજપે દમણ-દીવ અને સેલવાસ બેઠક પર ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરી ઓપ આપી દીધો છે. બંને બેઠકો પર ઉમેદવારોના નામો નકકી કરી દેવાયા છે,પરંતુ હોળાષ્ટક બાદ ઉમેદવારોની તરત જ જાહેરાત કરાશે એવું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. જયારે વલસાડ-ડાંગ બેઠક પર ઉમેદવાર પસંદગીમાં વિલંબ થઇ રહ્યો છે.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે પ્રથમયાદી જાહેર કર્યા બાદ સૌની મીટ બીજી યાદી પર છે, કારણ કે બીજા તબકકામાં દમણ-દિવ,સેલવાસ,વલસાડ-ડાંગના ઉમેદવારોના નામોની જાહેરાત થવાની છે,જેને લઇ કાર્યકરોમાં પણ ઉત્સુકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. દમણ-દીવની બેઠક ભાજપના ૧૨ દાવેદારોમાંથી ત્રણ નામો હાઇકમાન્ડ સમક્ષ મોકલાયા બાદ તેમાંથી એકની પસંદગી કરી દેવાઇ હોવાનુ માનવામાં આવે છે. જયારે સેલવાસ બેઠક પર બે દાવેદારોમાંથી એકની પસંદગી કરી દેવામાં આવી છે.

ભાજપ હાઇકમાન્ડ દ્વારા બંને પ્રદેશોના ઉમેદવારોના નામો નકકી કરી દીધાંછે,પરંતુ હાલમાં ચાલી રહેલા હોળાષ્ટકના કારણે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી,ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર હોળી અને ધૂળેટીનુ પર્વ પૂર્ણ થતા જ ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવશે.જોકે વલસાડ-ડાંગ બેઠક પર ઉમેદવારની પસંદગીની મથામણ હજુ પણ ચાલુ રહી છે,ઉમેદવારની પસંદગીમાં વિલંબ થઇ રહ્યો છે.