કોરોના વાયરસ / નખત્રાણા એસટી તંત્ર સતર્ક

Nakhtrana ST system alert
Nakhtrana ST system alert

  • ડેપો મેનેજના માર્ગદર્શન તળે સાવચેતીના પગલાં લેવાયા 

દિવ્ય ભાસ્કર

Mar 17, 2020, 12:10 PM IST

નખત્રાણાઃ કોરોના વાયરસના કોપે સમગ્ર વિશ્વને ભરડા મા લીધું છે ત્યારે નખત્રાણા એસટી તંત્રએ પણ તમામ સાવચેતીના પગલાં લઇ વાયરસને અટકાવા પ્રયાસો આદર્યા છે અને સ્વચ્છતાને પ્રથમ અગ્રતા આપી છે.

તમામ બસોને સ્વચ્છ ગરમ પાણી થી વોશ ધોવામા આવે
નખત્રાણા એસટી ડેપો મેનેજર એચ. આર. સામરાએ જણાવ્યું કે હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ બસ સ્ટેન્ડ તેમજ ડેપોને સ્વચ્છ રાખવા દરરોજ ધોવામા આવશે અને ક્યાંય પણ ગંદકી ના થાય એની તકેદારી રાખવામા આવશે. ભરચકક વિસ્તાર હોવાથી લોકોની અવર જવર વધુ રહે છે માટે ગાફેલ રહેવું યોગ્ય નથી. રૂટમા આવ જા કરતી તમામ બસોને સ્વચ્છ ગરમ પાણી થી વોશ ધોવામા આવે છે. બસમાં પેસેન્જરે પકડવાના પાઇપ, સ્ટીયરિંગ, સીટ વગેરે ને સેનેટાઇઝ કરીએ છીએ. સાથો સાથ ડ્રાઇવર કંડક્ટર સાથે સમયાંતરે મિટિંગ પણ યોજીએ છીએ. મોહન જોશી, વાલજી મારવાડા, દિનેશ જોશી, ભુપેન્દ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ સહયોગ આપી રહ્યો છે.

X
Nakhtrana ST system alert
Nakhtrana ST system alert

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી