કચ્છ / નખત્રાણાનો પરિવાર રોજ ઉજવે છે ‘દિવાળી’ !

Nakhitrana's family celebrates 'Diwali' every day!

  • સવાર પડેને દુકાન આગળ રંગોળી, અંદર ભગવાનની સજાવટ, સ્ટાફ સાથે કરાય છે પ્રાર્થના

Divyabhaskar.com

Dec 16, 2019, 10:37 AM IST
ભુજઃ મુળ ગામ મોટી ખોંભડી, હવે વર્ષોથી નખત્રાણામાં જવેલરી, ફર્નિચર અને ઇલેક્ટ્રોનિકનો વેપાર, નામ પાટડીયા મનોજ નરભેરામ સોની અને મુકેશ નરભેરામ સોની. એક સરેરાજ નાગરિક હોય એવી જ એમની પ્રોફાઇલ લાગે, પરંતુ આ સોની બંધુઓ બીજાથી જરા હટકે વિચાર અને આચાર ધરાવે છે. આ સોની પરિવાર દુકાન અને ઘરમાં પણ રોજ દિવાળી હોય એવું જીવન જીવી રહ્યા છે.
મનોજભાઇ કહે છે પ્રભુને આંગણે આવકારવા 2004થી રોજ સવારે દુકાનની બહાર અવનવી ડિઝાઇનની રંગોળી બનાવીએ છીએ. એમાંય કલર નહીં પણ ઝાડના પાન, પુષ્પો, કયારેક આભલા, દાંડીયા કયારેક કોઇ વેસ્ટની વસ્તુઓમાંથી સુંદર રંગોળી સર્જાય છે. તહેવાર કે શ્રાવણ માસ હોય તો અહી વિશિષ્ટતા ઉમેરાય. સ્વચ્છ ભારતની શરૂઆત ઘરથી જ કરવી જોઇએ એવું માનતા મનોજભાઇ, પ્રકાશભાઇ સાથે મયંકભાઇ, પિયુષભાઇ વાઘેલા, હિતેશભાઇ પણ જોડાઇને મદદમાં રહે છે. ઘરમાં બન્ને ટાઇમ જમવા પહેલાં પ્રાર્થના થાય, દુકાનમં પણ કર્મચારીઓ સાથે પ્રાર્થનાનો દૈનિક સીલસીલો ચાલી રહ્યો છે. દુકાનમાં ભવાનને શણગાર સાથે સજાવટ કરવામાં આવે છે. જાણે રોજ ઉત્સવ કે તહેવાર હોય!
સોની બંધુઓએ ગાંધીજીના સૂત્ર પ્રમાણે પ્રાર્થનાને ‘ખોરાક’ બનાવી
દુકાનમાં રોજ પુરા સ્ટાફ સાથે 25 મિનીટની પ્રાર્થના કરવા ઉપરાંત આ સોની પરિવાર દ્વારા મહાત્મા ગાંધીના ‘પ્રાર્થનાને હંમેશા ખોરાક બનાવો’ એ વાક્યને અનુસરીને સવારે તથા રાત્રે 8.30 વાગ્યે ઘરમાં અચુક પ્રાર્થના કરાય છે. તે પછી જ બધા વાળુ કરે છે.
વડવાઓના પગલે નવરાત્રીમાં માતાજીના ગરબા વિના મૂલ્યે...
મુળ નખત્રાણાના મોટી ખોંભડીના મનોજભાઇ સોનીના વડવા શક્તિધામ ચોકમાં માતાજીના ગરબા ગાતા, છેલ્લા એક દાયકાથ મનોજભાઇ એક પણ રૂપિયો લીધા વિના નવરાત્રીમાં ગરબા ગાય છે. ઇન્ટરવલના સમયે એવી સ્પર્ધાઓ પણ કરાવે કે જેથી બધાને આનંદ આવે.
રંગોળી-પ્રાર્થના થકી સંતનો સાક્ષાત્કાર
રંગોળીનો શોખ અને પ્રાર્થના થકી ઘણી વાર સંત મહાત્માઓનો સંગ થાય છે. મનોજ સોની કહે છે એક વાર રંગોળી જોઇને કાશીપીઠના અધ્યક્ષ અને સંતો દુકાને આવ્યા, પ્રાર્થના પુરી થઇને કાશીનું આગ્રહપુર્વકનું આમંત્રણ આપ્યું. યોગાનુયોગ બન્યું પણ એવું કે ખોંભડીના શાસ્ત્રીજીને કાશી જવાનું થયું ને બીજા ત્રણ મિત્રો સાથે તેમને તેડી ગયા. ત્યાં મોટાપાયે યોજાયેલ યજ્ઞમાં ભાગ લેવાનો મોકો મળ્યો અને કચ્છના વૃંદને મુખ્ય મુખ્ય મહેમાન તરીકે બેસાડી વિશેષ માન આપ્યું.
શ્રધ્ધાંજલિ સભાઓમાં નિ:શુલ્ક ભજન-સ્તોત્ર
નખત્રાણામાં મનોજભાઇએ માધાવ ગ્રુપ બનાવ્યું છે. દયાપર, રવાપર, ગઢશીશા જેવા લખપત, નખત્રાણા, માંડવી અને ભુજ તાલુકાના ગામોમાં દુ:ખદ પ્રસંગ બને અને કોઇનો ફોન આવે એટલે તેવો ચાલુ દુકાને કામ છોડીને ત્યાં જાય, તથા નિસ્વાર્થ ભાવે શ્રધ્ધાંજલિ સભામાં ભજન-સ્તવન રજુ કરે છે. આ ગ્રુપના સભ્યો દરરોજ શ્વાનોને દુધ, પક્ષીને ચણ પણ આપે છે.
X
Nakhitrana's family celebrates 'Diwali' every day!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી