તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:નડિયાદની પીપલગ APMC ત્રણ દિવસ માટે બંધ રખાશે, પીપલગ ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરિયાળી માર્કેટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી

નડિયાદ નજીક આવેલા પીપલગ ગામમાં આવેલી એપીએમસી ત્રણ દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પીપલગ સરપંચ દ્વારા ગામમાં ત્રણ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ખેડૂતો અને વેપારીઓ માટે વરિયાળી માર્કેટમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.

પીપલગ ગામમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના સંક્રમણ વધી ગયું છે. જેને કારણે પંચાયત દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉન અંતર્ગત 23મીથી 25મી સુધી ત્રણ દિવસ પાનના ગલ્લા, લારી સદંતર બંધ રાખવા અને મેડિકલ સ્ટોર, અનાજની ઘંટી અને દવાખાના ખુલ્લા રાખવા જણાવવામાં આવ્યું છે. જોકે, પીપલગ ગામમાં એપીએમસી પણ આવેલી છે. જ્યાં સમગ્ર તાલુકાના ખેડૂતો શાકભાજી સહિત પોતાના પાકો વેચવા આવે છે. પીપલગ ગામમાં લોકડાઉનના પગલે પીપલગ એપીએમસી પણ ત્રણ દિવસ બંધ રાખવા નિર્ણય લેવામાં આવ્યો છે. આમ છતાં ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલી ન પડે તે માટે વરિયાળી માર્કેટ ખાતે વૈકલ્પિક વ્યવસ્થા રાખવા જણાવવામાં આવ્યું છે.

શાકભાજીની અછત ન સર્જાય તે માટે આયોજન
પીપલગ ગામ સાથે પીપલગ એપીએમસી પણ ત્રણ દિવસ બંધ રહેશે. જોકે, શહેરમાં શાકભાજીની અછત ન સર્જાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે. શાક લઇને આવતા ખેડૂતોને પણ સુચના આપવામાં આવી છે. નડિયાદ શહેરની નાની શાક માર્કેટ અને વરિયાળી માર્કેટ ચાલુ રહેશે. જ્યાં ખરીદી કરી શકાશે.> વિપુલ પટેલ, ચેરમેન, એપીએમસી, નડિયાદ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો