ઇડર / બડોલીની ઘઉંઆવ નદીના કોતરમાંથી પૌરાણિક મૂર્તિઓ મળી

Mythological statues were recovered from Badholi's wheat river basin

  •  નીચે ખોતરતા દીવો કરવાનું પરણાયું પણ નીકળ્યુ, લોકો જોવા ઊમટ્યા

Divyabhaskar.com

Dec 01, 2019, 09:21 AM IST
બડોલીઃ ઇડર તાલુકાના બડોલી ગામની ઘઉંઆવ નદીની કોતરોમાંથી ગુરુવારે અતિ પ્રાચીન મૂર્તિ નીકળી હોવાથી તેને જોવા માટે લોકો જોવા માટે ઉમટ્યા હતા.બડોલીના નદી કાંઠે વોટર સપ્લાયમાં કામ કરતાં પંકજભાઈ ઠાકોર દ્વારા કૂવાની બાજુની ખુલ્લી જગ્યામાં ડુંગળીની વાવણી કરાઈ છે. અચાનક કોતરમાં કંઈક અજુગતું લાગતા તેમના મિત્ર પ્રહલાદ વણઝારા દ્વારા તપાસ કરતાં નદીની કોતરમાં સુધી ચીપકેલી પથ્થરમાં કોતરણી કરેલી કંઈક ચીજ લાગતા ત્યાં ખાડો કરીને બહાર કાઢી લઇ સાફ કરતાં અતિ પૌરાણિક દેવી-દેવતાઓની મૂર્તિ હોવાનું જણાયુ હતું અને તેની નીચે ખોતરતા દીવો કરવાનું પરણાયું પણ નીકળ્યું હતું. ગણપતિજીને ઓળખી શકાય છે બાકીના દેવી-દેવતાઓની ઓળખ થતી નથી. મૂર્તિઓને જોવા લોકો ઉમટ્યા હતા.
X
Mythological statues were recovered from Badholi's wheat river basin

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી