તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:માળિયા પંથકમાં 50 દુધાળા પશુના બીમારીથી ભેદી મોત

માળીયા2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેક્ટેરીયલ ઇન્ફેક્શન થયું હોવાનું પ્રાથમિક તારણ

મોરબીના માળીયા મી.ના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 15 દિવસમાં 50થી વધુ દુધાળા પશુઓના મોત થયા છે. બીમારીમાં પહેલા પશુના પેશાબમાં કાળુ લોહી આવે છે અને ત્યાર બાદ ચક્કર ખાઈ ને પડી જાય અને મુત્યુ પામે છે. 15 દિવસમાં 50 જેટલા પશુઓના મોત થયા હતા. આ અંગે માળીયા મિયાણા પશુઓ પાલન વિભાગ દ્વારા મૃત્યુ પામેલ પશુઓના પોસ્ટમોર્ટમ કર્યા બાદ ગ્રામ નેગેટિવ બેકટ્રીરીયલ ઇન્ફેક્શન હોવાનું પ્રારંભિક તારણ જણાવી રહ્યા છે અને એફ. એમ. ડી. ટાઈપિંગ લેબ અમદાવાદ ખાતે સેમ્પલ મોકલવામાં આવેલ છે. તાલુકાના ગામ મુજબ જોઈએતો આ ભેદી બીમારીથી માળીયાના ભાવપર ગામે 30, સુલતાનપુર - 6, તરઘરી - 6, વેજલપર - 3, ઘાટીલા -3, સરવડ - 2, ચીખલી - 2, મહેદ્રઘઢ -1, મેઘપર - 1, ખીરસરા - 1 કુંભરીયા - 1 સહિતના ગામોમાં પશુઓના મોત થયા છે

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો