તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કર્ણાટક:દશેરા માટે 1 લાખ બલ્બથી ઝળહળી ઊઠ્યો મૈસૂર પેલેસ

મૈસૂર(કર્ણાટક)13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચાલુ વર્ષે માર્ચ પછી પહેલીવાર છે જ્યારે પેલેસને સાંજે 7 વાગ્યાથી 2થી 3 કલાક સુધી રોશન કરાયો છે.

વિશ્વ પ્રસિદ્ધ મૈસૂર દશેરા તહેવાર નવરાત્રિ પહેલાં જ શરૂ થઈ ગયો છે. તેની સાથે જ મૈસૂર પેલેસ એક લાખ બલ્બથી ઝળહળી ઊઠ્યો હતો. સામાન્ય રીતે રજાઓના દિવસે, દશેરા સહિત તહેવારો પર પેલેસ પર રોશની કરાય છે. પણ ચાલુ વર્ષે માર્ચ પછી પહેલીવાર છે જ્યારે પેલેસને સાંજે 7 વાગ્યાથી 2થી 3 કલાક સુધી રોશન કરાયો છે.

અનલૉક પછી અમુક પર્યટકોના પહોંચવાથી તેને શનિવારે થોડીવાર માટે રોશન કરાઈ રહ્યો હતો. પેલેસને રોશન કરવા આઈસીએમઆરની મંજૂરી લેવાઈ હતી. મૈસૂર પેલેસ 1912માં બનાવાયું હતું. જોકે અહીં દશેરા ઉજવવાની પંરપરા 400 વર્ષ જૂની છે.

અભિમન્યુએ રિહર્સલ કર્યું
રવિવારે અભિમન્યુ નામના હાથીએ લાકડાના 600 કિલો વજનના અંબાડી સાથે રિહર્સલ કર્યુ હતું. આ વખતે સોનાના 750 કિલો વજનના અંબાડીની જવાબદારી અભિમન્યુને મળી છે. મુખ્ય પર્વ સુધી તે રોજ 750 કિલો વજન ઊંચકી રિહર્સલ કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો