તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • "My Mother Was A Delhi University Topper But Could Not Make A Career, So I Have Only 11,000 Female Teachers In My Company."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ટરવ્યૂ:મારી માતા દિલ્હી યુનિ.ની ટોપર હતી પણ કરિયર ન બનાવી શકી, જેથી મેં મારી કંપનીમાં 11 હજાર મહિલા ટીચર જ રાખ્યાં છે: વ્હાઇટ હેટ જુનિયરના સંસ્થાપક કરન બજાજ

સિલિકોન વૅલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોડિંગ પ્લેટફોર્મ વ્હાઇટ હેટ જુનિયરના સંસ્થાપક કરન બજાજ .
  • બાળકોમાં ઝડપથી લોકપ્રિય થઇ રહેલા કોડિંગ પ્લેટફોર્મ વ્હાઇટ હેટ જુનિયરના સંસ્થાપક કરન બજાજ સાથે વાતચીત...
  • અંદાજે 18 મહિનામાં 50 લાખ બાળકો કોડિંગ શીખવા માટે રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે
  • 6થી 18 વર્ષ સુધીના બાળકો જિંદગી સરળ બનાવતી જરૂરી ઍપ્સ બનાવી રહ્યાં છે

8 વર્ષની વૃંદા જૈને એક એવી ઍપ બનાવી છે કે જે મેટ્રો શહેરોના વ્યસ્ત માર્ગો પર એમ્બ્યુલન્સને રસ્તો બતાવવામાં મદદ કરે છે. 10 વર્ષના ગર્વિત સૂદે આંખોનું ચેકઅપ કરતી ‘દ્રષ્ટિ’ ઍપ બનાવી છે. પાર્કિંગ સંબંધી કોઇ ટેક્નોલોજી હોય કે આપણા આરોગ્ય સાથે જોડાયેલી ઍપ હોય, ઓનલાઇન કોડિંગ ક્લાસ વ્હાઇટ હેટ જુનિયરના 6થી 18 વર્ષના બાળકો શાનદાર કામ કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકા અને ભારતના 26 બાળકોએ વ્હાઇટ હેટ જુનિયર સિલિકોન વૅલી ચેલેન્જમાં ભાગ લીધો. ગત ઓગસ્ટમાં બાયજૂએ વ્હાઇટ હેટ જુનિયર હસ્તગત કરી છે. દૈનિક ભાસ્કરના શાદાબ સમીએ કંપનીના ફાઉન્ડર-સીઇઓ કરન બજાજ સાથે વાત કરી.

પ્રશ્નઃ બાળકોને કોડિંગ શીખવવાનો આઇડિયા કેવી રીતે આવ્યો?
જવાબઃ મારે 2 દીકરી છે. તેઓ કંઇક નવું બનાવે તેવી મારી ઇચ્છા રહી છે. ક્રિએટિવ લોકોની લાઇફ એન્ગેજિંગ હોય છે. મેં નોવેલ લખવાનું શરૂ કર્યું તો જીવન બદલાયું. લાગ્યું કે હું કંઇક બનાવીશ. તેથી મેં આ શરૂ કર્યું. આજે કોડિંગ આવી જ નવી વસ્તુઓ બનાવવાનું માધ્યમ છે. જેમ કે ઇન્ડસ્ટ્રીઅલ રિવોલ્યૂશન વખતે મેથ્સનો ટ્રેન્ડ શરૂ થયો, તે એક ભાષા બની ગઇ. તે જ રીતે આજે કંઇ બનાવવાની ભાષા કોડિંગ છે. હું બાળકોને તે માટે તૈયાર કરવા માગું છું.

પ્રશ્નઃ તમારી સાથે કેટલા બાળકો, ટીચર્સ જોડાયા છે?
જવાબઃ અમારા 11 હજાર ટીચર છે. અત્યાર સુધીમાં દોઢેક વર્ષમાં 50 લાખ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. દોઢ લાખ બાળકો પેઇડ સ્ટુડન્ટ છે, જેમાં ભારત ઉપરાંત અમેરિકા, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોના સ્ટુડન્ટ્સ પણ છે. રોજ 40 હજાર ક્લાસ લેવાય છે.

પ્રશ્નઃ વ્હાઈટ હેટ જૂનિયરમાં ફક્ત મહિલાઓ જ ભણાવે છે?
જવાબઃ હા, અમારે ત્યાં તમામ મહિલા શિક્ષક જ છે. આ મહિલાઓ અમારી સાથે જોડાતા પૂર્વે વર્કફોર્સનો હિસ્સો નહોતી. તેઓ ખૂબ જ ભણેલી-ગણેલી છે, ટેલેન્ટેડ છે પણ ક્યાંય નોકરી કરતી નહોતી. તે કોઈ ને કોઈ કારણસર નોકરી માટે ઘરની બહાર જવા સક્ષમ હોતી. અમે આવી મહિલાઓને તક આપી.

પ્રશ્નઃ ફક્ત મહિલા શિક્ષક જ કેમ?
જવાબઃ મારા પિતા આર્મી ઓફિસર હતા. માતા ભણેલી-ગણેલી હતી. દિલ્હી યુનિવર્સિટીની ટોપર હતી પણ પિતાની વારંવાર બદલી થવાને લીધે માતાની ક્યારેય કારકિર્દી બની ના શકી. એવામાં મને લાગ્યું કે દેશમાં એવી લાખો મહિલાઓ હશે કે જે ટેલેન્ટેડ હોવા છતાં કારકિર્દી ઘડી ન શકી. એવામાં મેં નક્કી કર્યુ કે ફક્ત એવી જ મહિલાઓને ટીચિંગ માટે રખાશે. તેમને તક આપવાની મારા જેવા આંત્રપ્રિન્યોરની જવાબદારી છે.

પ્રશ્નઃ આટલા નાના બાળક કોડિંગ કેમ શીખ્યાં?
જવાબઃ એક મહત્ત્વપૂર્ણ ઈન્ટરનેશનલ રિસર્ચ છે કે બાળકની પીક ક્રિએટિવિટી 5-6 વર્ષની વયે હોય છે. તેને લાગે છે કે આ સમયે બધું જ શક્ય છે. તે પછી દર વર્ષે તેની ક્રિએટિવિટી અડધી રહે છે. એવામાં કોડિંગ જેવી ક્રિએટિવિટી જો બાળક બાળપણથી શીખી લે તો શક્ય છે કે તેમની ક્રિએટિવિટી ટકી રહેશે.

પ્રશ્નઃ અનેક લોકો કહે છે કે આ બાળકો પર એક બોજો છે?
જવાબઃ જ્યારે પણ દુનિયામાં નવી વસ્તુ આવે તેનો વિરોધ થાય જ છે. શક્ય છે કે જ્યારે મેથ્સ આવ્યું હશે ત્યારે તેનો પણ વિરોધ થયો હશે પરંતુ આપણે એ બાળકોને પૂછવું જોઇએ કે જે કોડિંગનો અનુભવ લઈ રહ્યાં છે. તમે કલ્પના કરો કે તેમને જાતે રોકેટ બનાવતી વખતે કેટલી ખુશી મળતી હશે? તે બાળક પ્રેશરમાં નથી કરતું, તે શીખી રહ્યું હોય છે. આમ પણ બાળકો અઠવાડિયામાં ફક્ત 2 ક્લાસ લે છે, એટલા માટે કોઈ બોજો પણ નથી. 18-20 મહિનામાં અમે બાયજૂ પછી દેશની સૌથી મોટી એજ્યુટેક કંપની બની ગયા છીએ. જો બાળકોને પસંદ ન હોત તો આ શક્ય ન હોત.

પ્રશ્નઃ બાળકો માટે ભવિષ્યમાં કઈ રીતે ફાયદાકારક નીવડશે?
જવાબઃ નવું અને ક્રિએટિવ શીખવાની સાથે જ તેનો મોટો ફાયદો એ છે કે બાળક ટેક્નોલોજીને સમજી શકે છે. આપણે બીજાએ બનાવેલી ઍપ વગેરેનો ઉપયોગ કરીએ છીએ. જે બાળકો હાલ શીખી રહ્યાં છે તેમની ફીલિંગ છે કે હું ભવિષ્યમાં મારા માટે જાતે જ વસ્તુઓ બનાવીશ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો