તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કાર્યવાહી:‘મારા જીવનું જોખમ છે, આ હિસ્ટ્રીશીટર સામે પગલાં લો’, BJPના પૂર્વ જિલ્લા મોરચાના હોદ્દેદારની ફરિયાદ

સુરેન્દ્રનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છરી વડે હુમલો કરાતાં હોદ્દેદાર ભયભિત

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ બાજુમાં આવેલી હોટલ પાછળ પૂર્વ સુરેન્દ્રનગર જિલ્લા ઉપપ્રમુખ લઘુમતી મોરચાના ઇસ્માઇલ એમ.બાદલાણી પોતાના પરિવાર સાથે રહે છે. ત્યારે તેમના પર હુમલો કરાતા તેઓએ ગૃહમંત્રી, ધારાસભ્ય, જિલ્લા પોલીસવડા તેમજ બી-ડિવીઝન પોલીસ મથકે લેખિતમાં રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા મુજબ તા. 16-10-2020ની રાત્રે 8 કલાકે ઇસ્માઇલભાઈ ઘર પાસેના ચોકમાં શબ્બીર મીયાણા નામનો વ્યક્તિ જે તેમના જ વિસ્તારમાં રહે છે, દારૂ વેચે છે અને હિસ્ટ્રીશટર છે. જેના પર એ તેમજ બી-ડિવીઝન પોલીસ સ્ટેશન, વઢવાણમાં ગુના દાખલ છે. તે જાહર રોડ ઉપર દારૂ પીધો હતો. ઇસ્માઇલભાઈ શબ્બીરને આવી રીતે બહેન-દિકરીઓ નીકળતી હોય, જાહેરમાં દારૂ પીવાના ના પાડી હતી. આથી શબ્બીર ગાળો બોલી ધમકી આપવા લાગ્યો હતો. જેથી ઇસ્માઇલભાઈ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફોન કરીને જાણ કરી હતી. આથી બે પોલીસમેન બાઇક પર આવ્યા ત્યારે શબ્બીર મિયાણા ભાગી ગયો હતો. ત્યારબાદ રાત્રે 9.30 કલાકે ઇસ્માઇલભાઈ જમીને મેઇન રોડ ઉપર આવેલા પાનના ગલ્લે માવો ખાતા હતા. ત્યાં શબ્બીરે ઇસ્માઇલભાઈ ઉપર ઝપાઝપી કરીને છરી વડે હુમલો કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો