• Home
  • National
  • Muzaffarpur: An accident between SUV and tractor on National Highway 28, killing 11, injuring 4

બિહાર / મુજફ્ફરપુરઃ નેશનલ હાઈવે-28 પર એસયુવી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, 13ના મોત, 4 ઘાયલ

Muzaffarpur: An accident between SUV and tractor on National Highway-28, killing 11, injuring 4

  • પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, તમામ મૃતક બકસર જિલ્લાના ‘હર ઘર નલ કા જલ’ યોજના અંતર્ગત પાઈપલાઈન નાખવાનું કામ કરતા હતા
  • તમામ શ્રમિકો હોળી મનાવવા માટે ઘરે જઈ રહ્યાં હતા, તેઓ મુજફ્ફરપુર જિલ્લાના હથૌડીના સિમરી ગામના રહેવાસી હોવાનું કહેવાઈ રહ્યું છે 

Divyabhaskar.com

Mar 07, 2020, 11:34 AM IST

મુજફ્ફરપુરઃ બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં કાંટી થાના ક્ષેત્રમાં નેશનલ હાઈવે- 28 પર શનિવારે સવારે એસયુવી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો છે. તેમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. પોલીસ સત્રોના જણાવ્યા મુજબ, તમામ મૃતક બક્સર જિલ્લામાં ‘હર ઘર નલ કા જલ’ યોજના અંતર્ગત પાઈપલાઈન ફીટ કરવાનું કાર્ય કરતા હતા. તમામ લોકો હોળી મનાવવા ઘરે જઈ રહ્યાં હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકોમાં રામબલન સહની અને ધ્રુવ નારાયણ સહનીની ઓળખ થઈ ગઈ છે. જ્યારે અન્ય વ્યક્તિઓની ઓળખ થવાની હજી બાકી છે. તમામ મુજફ્ફરપુર જિલ્લાના હથૌડીના સિમરી ગામના રહેવાસી છે. શબને પોસ્ટમોર્ટમ માટે શ્રીકૃષ્ણ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

X
Muzaffarpur: An accident between SUV and tractor on National Highway-28, killing 11, injuring 4

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી