મોડાસા / શામપુર ગામે પ્રેમ સંબંધનો વહેમ રાખી યુવક પર ખૂની હુમલો, ચપ્પુ મારી જાનથી મારવાની ધમકી

murderous attack on man in doubt of love affair in shampur village of modasa

  • યુવકની સારવાર બાદ મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

Divyabhaskar.com

Dec 09, 2019, 06:10 PM IST
મોડાસા: તાલુકાના શામપુર ગામે ગત 7 ડિસેમ્બરના રોજ એક યુવક પર પ્રેમ સંબંધનો વહેમ રાખી હુમલો કરવામાં આવ્યો હતો. યુવક કુદરતી હાજતે જઈને આવતો હતો તે સમયે બે જણે આવીને ચપ્પુથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં યુવકની સારવાર કરાવ્યા બાદ મોડાસા રૂરલ પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર મોડાસા તાલુકાના શામપુર ગામે ગત 7 ડિસેમ્બરના રોજ શામપુરના જ ચેતનસિંહ મોતીસિંહ ચૌહાણ ગામના તળાવે કુદરતી હાજતે જવા માટે મોટરસાઈકલ લઈને ગયા હતા. દરમિયાન પરત આવતી વખતે શામપુરથી નવા ગામ તરફ જતા રોડ ઉપર મહાદેવના મંદિર આગળ ગામના જ સચિનભાઈ કાન્તીભાઈ પ્રણામી તથા રાજેશભાઈ દશરથભાઈ પ્રણામી એક્ટીવા લઈને આવ્યા હતા અને બાઈક ઊભુ રખાવી સચિને ખોટો વહેમ રાખતાં કહ્યું હતું કે, તું મારી બહેન સાથે પ્રેમ સંબંધ કેમ રાખે છે તેમ કહી હાથમાના ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જેથી ચપ્પુ ચેતનસિંહના ડાબી બાજુની આંખ નજીક વાગ્યું હતું. જેના પગલે બૂમાબૂમ કરતાં ચેતનસિંહના પિતા તથા કાકા ધુળસિંહ આવી જતાં બંને ઈસમો એક્ટીવા લઈને ભાગી છુટ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. બાદમાં ઘાયલ યુવકને મેઢાસણ સારવાર અપાવી મોડાસા રૂરલ પોલીસ મથકે બંને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
X
murderous attack on man in doubt of love affair in shampur village of modasa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી