તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કાલાવડ રોડ પર કર્ફ્યૂના સમયે યુવાન પર 6 શખ્સનો ખૂની હુમલો

રાજકોટ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત યુવાનના બે મિત્રને પણ માર મારી ધમકી આપી

શહેરમાં કર્ફ્યૂની પહેલી જ રાતે કાલાવડ રોડ પર યુવાનની હત્યાની કોશિશનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા યુવાનના બે મિત્રને પણ માર મારી ધમકી આપી છે. તાલુકા પોલીસે મૂળ ઉપલેટાના ઢાંક ગામના અને રાજકોટમાં કાલાવડ રોડ, રામરાજ્ય એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ ડાયાભાઇ બગડા નામના યુવાનની ફરિયાદ પરથી મોટામવામાં રેમ્બોસિટીમાં રહેતા દિલીપ સોસા, પંડિત દીનદયાળનગર ક્વાર્ટરમાં રહેતા પ્રતાપ સોસા, આંબેડકરનગરમાં રહેતા કરણ ઉર્ફે બલ્લે બલ્લે સોસા તેમજ ત્રણ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

યુવાને નોંધાવેલી ફરિયાદ મુજબ, શનિવારની રાતે સવા અગિયાર વાગ્યાના અરસામાં પોતે તેમજ રૂમમાં સાથે રહેતા ચેતન અને અલ્પેશ સાથે કાલાવડ રોડ, શ્રીજી હોટેલ પાસે ઊભા હતા. આ સમયે ઉપરોક્ત આરોપીઓ તેમની પાસે આવી કોઇ કારણ વગર ચેતન સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. મામલો વધુ બિચકતા પ્રતાપે પાઇપથી હુમલો કરી ચેતનના માથામાં ઘા ફટકારતા તે રોડ પર જ ફસડાઇ પડ્યો હતો. જ્યારે અન્ય શખ્સોએ પણ પાઇપથી તેમજ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે ચેતનને બચાવવા પોતે અને અલ્પેશ વચ્ચે પડતા અમારા પર હુમલો કર્યો હતો. જેમાં બંનેને ઇજા થઇ હતી. બાદમાં આરોપીઓએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. ચેતનને માથામાં તેમજ પગમાં ગંભીર ઇજા પહોંચી હોય તુરંત સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાંથી તાલુકા પોલીસને જાણ થતા પીઆઇ જે.વી.ધોળા સહિતનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. ચેતનને માથામાં ગંભીર ઇજા થઇ હોય અને બેભાન હોય ક્યા કારણોસર હુમલો કર્યો સહિતની વિગતો મેળવી શકાઇ નથી. જ્યારે ફરિયાદી ભાવેશ અને અલ્પેશ પણ બનાવના કારણથી અજાણ છે. ચેતન ભાનમાં આવ્યે હત્યાની કોશિશના બનાવનું સત્ય કારણ બહાર આવશે તેમ પીઆઇ ધોળાએ જણાવ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો