તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ધરપકડ:સિદસરથી "મુન્નાભાઇ MBBS' જબ્બે

ભાવનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બોગસ તબીબ પાસેથી ડોક્ટરીને લગતો જથ્થો કર્યો કબજે
  • એસ.ઓ.જી. એે મેડિકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર મહાવિર આરોગ્ય ધામ ચલાવતા બોગસ તબીબ નરેન્દ્ર વૈષ્ણવની કરેલી ધરપકડ

વરતેજ પોલીસ મથક તાબેના સીદસર ગામે મહાવિર આરોગ્ય ધામ ચલાવતો મુન્નાભાઇ એમ.બી.બી.એસને એસ.ઓ.જી પોલીસે દવાઓના જથ્થા સાથે ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ ભાવનગર એસ.ઓ.જી પોલીસને બાતમી રાહે હકીકત મળેલ કે વરતેજ પોલીસ મથક તાબેના સિદસર ગામમાં વાળુકડ જવાના રસ્તે આવેલ મહાવિર આરોગ્ય ધામ નામના દવાખાનામાં નરેન્દ્રભાઇ બંસીદાસ વૈષ્ણવ (રહે લીલા સર્કલ ભાવનગર)કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી કે સર્ટીફીકેટ વગર પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરી દવાખાનુ ચલાવે છે જેને આધારે એસ.ઓ.જી પોલીસે રેઇડ કરતા મહાવિર આરોગ્ય ધામમાં બહાર નરેન્દ્ર વૈષ્ણવ(B.A.M.S) લખેલ બોર્ડ હતુ.

પોલીસે દવાખાનુ ચલાવવા અંગે ડોક્ટરી સર્ટીફીકેટ માંગતા નરેન્દ્રએ વગર ડીગ્રીએ દવાખાનુ ચલાવતો હોવાનુ જણાવતા પોલીસે તેની ધરપકડ કરી દવાખાનામાં રહેલ એલોપોથીક દવા તેમજ અન્ય દવાઓ, ઇંજેક્શન સ્ટેથસ્કોપ સહિત કુલ રૂ.24,595નો ડોક્ટરીને લગતો જથ્થો ઝડપી લીઇ મજકુર સામે વરતેજ પોલીસ મથકમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે રેડ કરી ત્યારે બે દર્દી સારવાર લઇ રહ્યા હતા
પોલીસે રેડ કરી તે દરમિયાન આ બોગસ તબીબ નરેન્દ્ર વૈષ્ણવ પ્રજાની આરોગ્યની પરવા કર્યા વગર બે દર્દીને બાટલા ચડાવી રહ્યો હતો.

છેલ્લા એક વર્ષથી દવાખાનુ ચલાવતો હતો
બોગસ ડોક્ટર નરેન્દ્ર વૈષ્ણવ સીદસર ગામે આવેલ મહાવિર આરોગ્ય ધામ છેલ્લા એક વર્ષથી ચલાવતો હોવાનુ તપાસનિશ અધિકારી સાથે વાતચીતમાં જાણવા મળ્યુ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો