ભુજ / પાલિકા આવકના સ્રોત ઉપર ધ્યાન આપતી જ નથી, પ્રમુખ સાથે ઓડિટ પરની ચર્ચા બાદ પણ સ્થિતિ ન સુધરી

Municipality does not pay attention to sources of revenue

  • ભૂકંપના 19 વર્ષ બાદ પણ ઓક્ટ્રોયની ગ્રાન્ટ પર આધાર 
  • પદાધિકારીઓના વિઝનના અભાવે વહીવટમાં લોલમલોલ

Divyabhaskar.com

Jan 17, 2020, 09:41 AM IST
ભુજ: ભુજ નગરપાલિકામાં પદાધિકારીઓના વિઝનના અભાવે વહીવટમાં લોલમલોલ ચાલી રહ્યું છે. આવકના સ્રોત ઉપર ધ્યાન આપ્યું નથી, જેથી ભૂકંપના 19 વર્ષ બાદ પણ ઓક્ટ્રોયની ગ્રાન્ટ ઉપર આધાર રાખવું પડે છે. ભુજ શહેરમાં 2001ની 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો હતો, જેથી શહેરને બેઠું કરવા રાજ્ય અને કેન્દ્ર સરકારે વિવિધ રાહતો અને સહાય જાહેર કરી હતી, જેમાં રાજ્ય સરકારે નરગપાલિકાને વેપારીઓ પાસેથી ઓક્ટ્રોય ન લેવા કહ્યું હતું.
જેના બદલામાં રાજ્ય સરકાર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ ઓક્ટ્રોયની રકમ જેટલી રકમ આપે છે. જોકે, દર મહિને 40થી 45 લાખ રૂપિયાની ઓક્ટ્રોય આવક ધરાવતી ભુજ નગરપાલિકાએ કાચૂ કાપ્યું હતું, જેથી માત્ર 27 લાખ રૂપિયા નક્કી થયા હતા, જેમાં દર વર્ષે 3 ટકાના વધારાની શરતે રાજ્ય સરકારે દર મહિને 27 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી કર્યું હતું. જે અત્યારે 50થી 60 લાખ રૂપિયા ઉપર પહોંચી છે. પરંતુ, બીજી બાજું નગરપાલિકાની મિલકતોમાંથી ભાડે આપેલા મકાનોના ભાડા અપડેટ કરવાની તસદી લીધી નથી, જેથી દર મહિને 25 લાખ રૂપિયા મળે એની જગ્યાએ વર્ષે 2.5 લાખ રૂપિયા મળે છે. એવી જ રીતે હોર્ડિંગ્સ અને ઓન રોડ બોર્ડનો ઠેકો પણ પાણીના ભાવે આપી દે છે.
વિકાસ કાર્યોને બદલે શાસક પક્ષમાં પદ પ્રતિષ્ઠાની લડાઇથી વકરતો જૂથવાદ, લાંબા સમયથી વિપક્ષ પણ મૌનની મુદ્રામાં
ભુજ નગરપાલિકામાં છેલ્લા દોઢ વર્ષથી શાસક પક્ષમાં જ પદ પ્રતિષ્ઠાની લડાઇમાં જુથવાત વકર્યું છે તો બીજી તરફ છેલ્લા લાંબા સમયથી વિપક્ષ પણ મૌનની મુદ્રામાં આવી ગયું છે, જેથી શાસક પક્ષના અણઘડ નગરસેવકો અને પદાધિકારીઓ દ્વારા ચાલતા આડેધડ વહીવટ પર લગામ રહી નથી. દિશા વગર સુધરાઇની દશા પણ દિવસો દિવસ બગડી ગઇ છે. જિલ્લા ભાજપ અને શહેર ભાજપના હોદ્દેદારોનું અંકુશ ન હોય અથવા તો કહ્યામાં ન હોય એવી છાપ ઉપસી રહી છે.
4 વર્ષમાં પગાર બોજ વધાર્યું
પદાધિકારીઓએ ઓળખીતા પારખીતાને નોકરીએ રાખ્યા છે, જેમાં કેટલાકને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડતું નથી અને કોમ્પ્યુટર ઓપરેટર તરીકે બેસાડી દીધા છે. જે દાયકાઓથી રોજંદાર તરીકે નોકરી કરે છે એવા અનુભવીઓને હજુ પણ 10 હજાર આપે છે અને કામ ન કરતા કર્મચારીઓને પગાર પ્લસ ઓવર ટાઈમ સાથે 15થી 20 હજાર સુધી ચૂકવી રહી છે.
નવી દુકાનો બનાવી ભાડે ન આપી
ભુજ નગરપાલિકાએ ઈન્દિરાબાગ અને મોટા બંધ પાસે બેંકોને એ.ટી.એમ. માટે ભાડે આપવા દુકાનો બનાવી હતી. પરંતુ, હજુ સુધી ભાડે આપી નથી. એટલું જ નહીં પણ ભુજના એવા અનેક સ્થળો છે જ્યાં નવા એ.ટી.એમ. બનાવી ભાડે આપી શકે. પરંતુ, એ દિશામાં વિચાર્યું જ નથી.
ઓડિટ રિમાર્કની પણ અવગણના
લોકલ ફંડે ઓડિટ રિમાર્ક અને ઓડિટ ઉપરની ચર્ચામાં આવકના સ્રોત સૂચવ્યા હતા. પરંતુ, પદાધિકારીઓએ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખ્યું હતું. કોઈ નક્કર કાર્યવાહી કરી જ ન હતી.
X
Municipality does not pay attention to sources of revenue

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી