તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • Mundra Port SEZ Was Awarded The National Award For Corporate Social Activities, In Recognition Of The Remarkable Efforts Made By The Union Ministry Of Water Resources In The Field Of Water Conservation In Mundra.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ એનાયત:મુન્દ્રા પોર્ટ-સેઝને કોર્પોરેટ ક્ષેત્રે સામાજીક પ્રવૃતિઓ માટે નેશનલ એવોર્ડ એનાયત થયો, કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા જળસંરક્ષણ અર્થે મુન્દ્રામાં હાથ ધરાયેલા નોંધપાત્ર પ્રયાસોનું બહુમાન

મુન્દ્રા5 દિવસ પહેલા
  • કૉપી લિંક

દ્વિતીય નેશનલ વોટર એવોડ્સના એક સમારંભમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લી. મુન્દ્રાને બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝ ફોર સીએસઆર એક્ટિવિટી કેટેગરીમાં દ્વિતીય પારીતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ભારત સરકારના જલશક્તિ અને સામાજીક ન્યાય સશક્તિકરણ મંત્રાલયના રાજ્યકક્ષાના પ્રધાન રતનલાલ કટારીયાના હસ્તે જળસંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓને અનુલક્ષીને ઉપરોક્ત એવોર્ડ સુપ્રત કરવામાં આવ્યો હતો.આ તકે પ્રંસંગોચિત પ્રવચનમાં એપીએસઇઝેડના એકસ્યુક્યુટીવ ડાયરેક્ટર રક્ષિત શાહે એવોર્ડ અંગે હર્ષની લાગણી વ્યક્ત કરતા અદાણી ફાઉન્ડેશન દ્વારા થતી સામાજીક પ્રવૃતિઓ પર પ્રકાશ પાડ્યો હતો.

પાણીની તંગી અને દુષ્કાળની સંભાવના ધરાવતા કચ્છ જિલ્લામાં લોકો પાઇપથી અપાતા ભૂગર્ભજળનો પીવાના પાણી તરીકે ઉપયોગ કરતા હોવાનું ઉચ્ચારી જેથી કરીને તેમને કિડની તથા હાડકાંના રોગો થતા હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ સમસ્યા હલ કરવા માટે ફાઉન્ડેશન દ્વારા 18 ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના કારણે 637 હેકટર વિસ્તારમાં 17.82 એમસીએફટી પાણી પુરવઠો સુનિશ્ચિત થયો હોવાની બાબતથી માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત 44 તળાવો ઊંડા કરવામાં આવ્યા હોવાથી 320 એકર વિસ્તારમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધી હોવા સાથે 54 આવાસોને વરસાદી પાણીના સંગ્રહ માટે સજ્જ કરાયા હોવાનું જણાવ્યું હતું. આમ એકંદરે જળસંચયની સાથે ફાઉન્ડેશન વપરાશકારોને ટપક સિંચાઈ માટે પ્રોત્સાહિત કરી બાગાયતી પ્રવૃતિઓના વિસ્તાર માટે સહાય કરી રહી હોવાનો નિર્દેશ કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો