ઇનોવેશન / વાયુ પ્રદૂષણ રોકવા મુંબઈની બે બહેનોએ બ્લુ લાઇટ સિગ્નલ બનાવ્યું, પ્રદૂષણ ઘટવાની સાથે પેટ્રોલ પણ બચશે

Mumbai sisters make blue light signal to prevent air pollution

  • બ્લુ લાઇટ ડ્રાઇવર્સને વાહનનું એન્જિન બંધ કરવા દબાણ કરશે
  • બ્લુ લાઇટ રેડ સિગ્નલ શરૂ થાય અને બંધ થાય તેની 10 પછી અને પહેલાં શરૂ થશે
  • દરેક સિગ્નલ પર બ્લુ લાઇટ લગાવવાનો ખર્ચ 8,000 રૂપિયા આવશે

Divyabhaskar.com

Nov 20, 2019, 01:34 PM IST

યૂથ ઝોન ડેસ્કઃ દેશમાં વધતા જતા વાયુ પ્રદૂષણને લઈને લોકો તેમજ સરકારમાં ચિંતા વધી રહી છે. પ્રદૂષણનાં જોખમથી બચવા માટે સરકાર ઇલેક્ટ્રિક વાહનોથી લઈને ઓડ-ઇવન જેવી યોજનાઓ લાવી રહી છે. બીજીબાજુ, લોકો પણ પ્રદૂષણને કાબૂમાં લેવા પોતાની તરફથી પગલાં લઈ રહ્યા છે. પ્રદૂષણ સામે લડવા માટે મુંબઇના ઘાટકોપર રહેતી બે બહેનો શિવાની ખોટ અને ઈશા ખોટ હવાના પ્રદૂષણને રોકવાની સાથે પેટ્રોલ બચાવવા માટે પણ અનોખો ઉપાય લઇને આવી છે.

આ બંને બહેનોએ બ્લુ લાઇટ સિગ્નલનો આઇડિયા આપ્યો છે, જેમાં બાકીની સિગ્નલ લાઇટ્સ સાથે બ્લુ લાઇટ સિગ્નલ પણ હશે. આ લાઈટનું કામ ડ્રાઇવર્સને એ મેસેજ આપવાનું રહેશે કે ક્યારે તેમણે સિગ્નલ પર પોતાનું એન્જિન બંધ કરવાનું છે. સિગ્નલ પર જ્યારે બ્લુ લાઇટ થાય તેનો અર્થ એ થશે કે ડ્રાઇવર્સે હવે તેમનાં વાહનોનું એન્જિન બંધ કરવાનું છે. ટ્રાફિક સિગ્નલ પર ઘણીવાર એવું જોવા મળે છે કે રેડ લાઇટ થયા બાદ પણ લોકો તેમનું વાહન ચાલુ રાખે છે અને ગ્રીન સિગ્નલ થવાની રાહ જૂએ છે.

આ દરમિયાન વાહન ચાલુ રહેવાથી બળતું પેટ્રોલ બેકાર જાય છે. તેમજ, વાહનમાંથી નીકળતા ધૂમાડાથી પ્રદૂષણમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં, ઘાટકોપરમાં રહેતી બે બહેનોને પેટ્રોલ અને પર્યાવરણ બચાવવા માટે આ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે.

ડ્રાઇવરને વાહન બંધ કરવાનો સંકેત મળશે
શિવાની ખોટ અને તેની બહેન ઈશા ખોટ દ્વારા બનાવેલું આ બ્લુ સિગ્નલ પ્રૂદષણ ઘટાડવામાં તો મદદ કરશે જ પણ સાથે પેટ્રોલ પણ બચાવશે. આ બ્લુ લાઇટ સિગ્નલ પર રેડ સિગ્નલ થયાની 10 સેકંડ પછી બ્લિંક કરવાનું શરૂ કરી દેશે અને રેડ સિગ્નલ બંધ થવાની 10 સેકંડ પહેલાં બંધ થઈ જશે. આ ગાડીના ડ્રાઇવર્સ માટે સંકેત હશે, જેની મદદથી રેડ સિગ્નલ દરમિયાન તેઓ પોતાનું વાહન બંધ રાખશે. દરેક સિગ્નલ પર આ બ્લુ લાઇટ લગાવવાનો ખર્ચ 8,000 રૂપિયા આવશે.

સિગ્નલ પર 156 લિટર પેટ્રોલ બરબાદ થાય છે
શિવાનીનું કહેવું છે કે, તેમણે ઘાટકોપરના જીજામાત સિગ્નલ પર એક સર્વે પણ કર્યો છે. તેના આધારે તેણે કહ્યું કે, સિગ્નલ પર દરરોજ સરેરાશ 156 લિટર પેટ્રોલ બળી જાય છે. આ ઉપરાંત, સિગ્નલ પર પાર્ક કરેલા વાહનો 371 કિલો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તેથી, સિગ્નલ પર જોવા મળતી રેડ, ગ્રીન અને યલો લાઇટની સાથે બ્લુ લાઇટનું આ સિગ્નલ પર્યાવરણ સાથે લોકો માટે પણ આર્થિક બચત સાબિત થશે.

X
Mumbai sisters make blue light signal to prevent air pollution

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી