તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈનું ‘V અનબીટેબલ’ ડાન્સ ગ્રુપ’ ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટઃ ધ ચેમ્પિયન’માં વિનર બન્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઈઃ મુંબઈ બેઝ્ડ ડાન્સ ગ્રુપ ‘V અનબીટેબલ’ ઈન્ટરનેશનલ રિયાલિટી શો ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટઃ ધ ચેમ્પિયન સિઝન 2’માં વિજેતા જાહેર થયું છે. તેમણે ફિનાલેમાં રણવીર સિંહની ફિલ્મ ‘ગોલીયોં કી રાસલીલાઃ રામ-લીલા’ના ગીત ‘તતડ તતડ..’ પર ધમાકેદાર ડાન્સ કર્યો હતો. આ ડાન્સ ગ્રુપમાં ટોટલ 27-29 મેમ્બર્સ છે, જેમની ઉંમર 12-27 વર્ષની વચ્ચે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં વર્ષ 2019માં મુંબઈના ડાન્સ ગ્રુપ ‘ધ કિંગ્સે’ NBCની ‘વર્લ્ડ ઓફ ડાન્સ’ સ્પર્ધા જીતી હતી અને એક મિલિયન ડોલર (અંદાજે 7,14,85,050 રૂપિયા) ઈનામ મળ્યું હતું. આ ગ્રૂપમાં 14 સભ્યો છે.

ગયા વર્ષે ‘બાજીરાવ મસ્તાની’ના ‘મલ્હારી’ સોંગ પર સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું
ગયા વર્ષે મે મહિનામાં ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ના ઓડિશનમાં આ ગ્રુપે ‘બાજીરાવ મસ્તાની’ના ગીત ‘મલ્હારી’ પર પર્ફોર્મ કર્યું હતું. તેમનું પર્ફોર્મન્સ જોયા બાદ જજીસ તથા ઓડિયન્સે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ‘અમેરિકાઝ ગોટ ટેલેન્ટ’ની 14મી સીઝનમાં આ ગ્રુપ ચોથા સ્થાને રહ્યું હતું. જ્યારે આ ગ્રુપ ટોપ ફાઈવમાં આવ્યું ત્યારે બોલિવૂડ સ્ટાર્સે તેમને શુભેચ્છા પાઠવી હતી.

કેવી રીતે પડ્યું ‘V અનબીટેબલ’ નામ?
ગ્રુપના એક સભ્યે કહ્યું હતું કે સાત વર્ષ પહેલાં તેમના ગ્રુપના એક સભ્ય વિકાસને અકસ્માત નડ્યો હતો. ત્યારબાદ તેનું આખું શરીર પેરાલાઈઝ્ડ થઈ ગયું હતું અને છ મહિના બાદ તેનું નિધન થયું હતું. તેમના ગ્રુપના સભ્ય વિકાસના નામ પરથી તેમણે તેમના ગ્રુપનું નામ ‘V અનબીટેબલ’ રાખ્યું છે. આ ગ્રુપના મોટાભાગના સભ્યો મુંબઈની ઝૂંપડપટ્ટીમાં રહે છે.

ભારતમાં આ શોમાં જોવા મળ્યું હતું
ભારતમાં ‘V અનબીટેબલ’ રેમો ડિસોઝાના રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ 4’માં ચોથા સ્થાને રહ્યું હતું. આ ઉપરાંત આ ગ્રુપે ‘ઈન્ડિયા બનેગા મંચ’માં પણ ભાગ લીધો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser