• Home
  • Business
  • Mukesh Ambani says India will become the world's leading digital society country in 24 months

ટેકનીક / મુકેશ અંબાણીએ કહ્યું- ભારત અગામી 24 મહીનામાં વિશ્વનો અગ્રણી ડિજિટલ સોસાયટી ધરાવતો દેશ બનશે

Mukesh Ambani says India will become the world's leading digital society country in 24 months

  • 24 મહીનાથી પણ ઓછા સમયમાં દેશ મોબાઈલ ડેટામાં નંબર-1 થયો
  • 2024 સુધીમાં 5 ટ્રિલિયન ડોલર ઈકોનોમિનું લક્ષ્ય જરૂર પ્રાપ્ત થઈ જશે

Divyabhaskar.com

Aug 30, 2019, 02:33 PM IST

ગાંધીનગરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીનું કહેવું છે કે ભારત ઝડપથી વિશ્વનો પ્રમુખ ડિજિટલ સોસાયટી વાળો દેશ બનશે. અગામી 24 મહીનામાં ભારત આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, બ્લોકચેન, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ચોથી ઔદ્યોગિક કાંતિની અન્ય ટેકનીકોને અપનાવવામાં વિશ્વના અગ્રણી દેશોમાં સામેલ થશે. પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના દિક્ષાંત સમારંભના સંબોધનમાં અંબાણીએ ગુરૂવારે આ વાત જણાવી હતી. દીક્ષાંત સમારંભના સંબોધનમાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે દેશનો આર્થિક પાયો મજબૂત છે. આપણી અર્થવ્યવસ્થા વિશ્વમાં સૌથી ઝડપી આગળ વધી રહી છે.

ડિજિટાઈજેશનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં પ્રત્યેક કલાકે કઈક નવું થઈ રહ્યું છેઃ અંબાણી

  • અંબાણીએ કહ્યું કે 24 મહીનાથી પણ ઓછા સમયમાં આપણે મોબાઈલ ડેટાના મામલામાં 155માંથી પ્રથમ નંબર પર આવી ગયા છે. હું વિશ્વાસની સાથે કહી શકું છું કે વિશ્વમાં ભારત એવો દેશ છે જયાં ડિજિટાઈજેશનના ક્ષેત્રમાં પ્રત્યેક દિવસે, પ્રત્યેક કલાકે કઈંક નવું થઈ રહ્યું છે.
  • મુકેશ અંબાણીના જણાવ્યા પ્રમાણે દેશના ખેડૂતોની આવક બેગણી કરવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવશે. જેના દ્વારા નાના કારોબારીઓને ફાયદો આપવામાં આવશે. શહેર અને ગામડાઓને સ્માર્ટ બનાવવામાં આવશે.
  • દેશની સૌથી મોટી ખાનગી કંપનીના ચેરમેને જણાવ્યું કે 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમિનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય જરૂર પુરુ થશે. હવે આપણી પાસે તમામ નાગરિકોને ઝડપથી ઉચ્ચ ગુણવતાવાળી જિંદગી જીવવાની તક ઉપલબ્ધ કરાવવાની તક છે.
  • અંબાણીએ કહ્યું કે નવા ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. તેની કલ્પના કરું છું તો સારા ભોજન, શિક્ષા, સ્વાસ્થ્ય, જીવન અને ગામડાઓ-શહેરોમાં સારી સુવિધાની તસ્વીર આંખની સામે આવે છે.
X
Mukesh Ambani says India will become the world's leading digital society country in 24 months

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી