શ્રદ્ધા / મુકેશ અંબાણીએ બદ્રીનાથ મંદિરમાં દર્શન કર્યા, મંદિર સમિતિને 2 કરોડ રૂપિયા દાનમાં આપ્યા

Mukesh Ambani paid a visit to Badrinath temple, donated two crore rupees to the temple committee

  • મંદિર માટે ચંદન, કેસર ખરીદવા માટે દાન કરવામાં આવ્યું
  • તમિલનાડુમાં ચંદનનું જંગલ ખરીદવા જણાવ્યું

Divyabhaskar.com

May 25, 2019, 05:37 PM IST

ચમોલી(ઉતરાખંડ): રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી એ શનિવારે બદ્રીનાથ ધામના દર્શન કર્યા. દર્શન બાદ અંબાણી ગીતાના પાઠમાં સામેલ થયા હતા. અબજપતિ કારોબારી એ ચંદન અને કેસરની ખરીદી માટે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિને 2 કરોડ રૂપિયાનું દાન પણ કર્યું છે. સાથે જ ભરોસો પણ આપ્યો છે કે બદ્રીનાથ ધામને પુરતુ ચંદન મળી રહે તે માટે ધીરુભાઈ અંબાણીના નામ પરથી તમિલનાડુંમાં ચંદનનું જંગલ ખરીદશે.

મુકેશ અંબાણી બદ્રીનાથ મંદીરમાં આવતા-જતા રહે છે. નવેમ્બરમાં પુત્રી ઈશાના લગ્નની કંકોત્રી ચઢાવવા બદ્રીનાથ-કેદારનાથ ગયા હતા. તે વખતે તેમણે બંને મંદિરમાં 51-51 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંતનું નામ આ વર્ષે બદ્રીનાથ-કેદારનાથ મંદિરની સમિતિમાં સામેલ કરવામાં આવ્યું છે.

X
Mukesh Ambani paid a visit to Badrinath temple, donated two crore rupees to the temple committee
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી