- રિટેલ કારોબારની રેવન્યુમાં 27%, ડિજેટલની રેવન્યુમાં 43% વધારો
- ગ્રોસ રિફાઈનિંગ માર્જિન 9.4 ડોલર પ્રતિ બેરલ, છેલ્લા 5 ત્રિમાસિકમાં સૌથી વધુ
- જિયોને 990 કરોડ રૂપિયા નફો, 2.39 કરોડ નવા ગ્રાહક જોડાયા
Divyabhaskar.com
Oct 19, 2019, 03:44 AM ISTમુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જુલાઈ-સપ્ટેમ્બરમાં 11,262 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો થયો છે. ગત રેકોર્ડ પણ આ વર્ષના જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકનો છે. તે ત્રિમાસિકમાં કંપનીને 10,362 કરોડ રૂપિયાનો પ્રોફિટ થયો હતો. જુલાઈ-સપ્ટેમ્બરનો નફો ત્રિમાસિક ધોરણે 11.5% અને વાર્ષિક ધોરણે 18.3% વધુ છે. રેવન્યુ વાર્ષિક આધાર પર 4.8% વધીને 1 લાખ 63 હજાર 854 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે ગ્રોસ રિફાઈનિંગ માર્જિન(જીઆરએમ) 9.4 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો. જે છેલ્લા 5 ત્રિમાસિકમાં સૌથી વધુ છે. રિટેલ અને ડિજિટલ કારોબારમાં પણ સારો ગ્રોથ નોંધાયો છે. કંપનીએ શુક્રવારે પરિણામ જાહેર કર્યા.
રિલાયન્સનો નફો અને રેવન્યુ
ત્રિમાસિક | જુલાઈ-સપ્ટેમ્બર 2019 | એપ્રિલ-જૂન 2019 | જુલાઈ-સપ્ટેમ્બર 2018 |
નફો(રૂપિયા કરોડ) | 11,262 | 10,104 | 9,516 |
રેવન્યુ(રૂપિયા કરોડ) | 1,63,854 | 1,72,956 | 1,56,291 |
જિયોનો નફો 45.5 ટકા વધ્યો
રિલાયન્સની ટેલિકોમ કંપની જિયોને જુલાઈ-સપ્ટેમ્બરમાં 990 કરોડ રૂપિયાનો નફો થયો છે. તે વાર્ષિક આધાર પર 45.4 ટકા અને ત્રિમાસિક આધાર પર 11.1 ટકા વધુ છે. એપ્રિલ-જૂનમાં નફો 891 કરોડ અને ગત વર્ષે જુલાઈ-સપ્ટેમ્બરમાં 681 કરોડ રૂપિયા હતો. ઓપરેટિંગ રેવન્યુ 12,354 કરોડ રૂપિયા રહી હતી. તે ગત વર્ષના સપ્ટેમ્બર ત્રિમાસિકની રેવન્યુ(9,240 કરોડ રૂપિયા)ની સરખામણીમાં 33.7 ટકા વધુ છે. જિયોના સબસ્ક્રાઈબરની સંખ્યા સપ્ટેમ્બરના અંત સુધીમાં 35.52 કરોડે પહોંચી છે. જૂન ત્રિમાસિકમાં 33.13 કરોડ હતી.
જિયો દર મહિને 1 કરોડ નવા ગ્રાહકો જોડી રહી છે
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ કહ્યું કે જિયો વિશ્વમાં સૌથી ઝડથી વધતી ડિજિટલ સર્વિસ કંપની બની છે. અમે દર મહિને 1 કરોડ નવા ગ્રાહકોને જોડી રહ્યાં છે. જિયો માત્ર સબસ્ક્રાઈબર અને રેવન્યુમાં જ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની નથી, પરંતુ તે ડિજિટલ ગેટવે ઓફ ઈન્ડિયા બની ચૂકી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પર 2 લાખ 91 હજાર 982 કરોડનું દેવું
કંપનીએ જણાવ્યું કે 30 સપ્ટેમ્બરે પુરા થયેલા ત્રિમાસિકમાં આટલું દેવું હતું. 31 માર્ચ સુધી દેવાની રકમ 2 લાખ 87 હજાર 505 કરોડ રૂપિયા હતી. સપ્ટેમ્બર ત્રિમાસિકના અંતમાં કંપનીની પાસે 1 લાખ 34 હજાર 746 કરોડ રૂપિયા કેશ હતી. તે પહેલા 31 માર્ચ સુધી 1 લાખ 33 હજાર 27 કરોડ રૂપિયા કેશ હતા.
મેં ક્યારેય રૂપિયાને મહત્ત્વ આપ્યું નથી, પિતાજી કહેતા હતા કે રૂપિયા માટે કામ કરવા માગતા હો તો તમે મુર્ખ છો : મુકેશ અંબાણી
મને બિઝનેસમાં કોઈ રુચિ ન હતી. પિતાજીના કહેવાથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયો. હું વર્લ્ડ બેન્ક માટે કામ કરવા માગતો હતો. બાદમાં કોઈ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવા માગતો હતો. મેં ક્યારેય રૂપિયાને મહત્ત્વ આપ્યું નથી. મારા પિતાજી હંમેશા કહેતા હતા કે જો તમે રૂપિયા માટે કામ કરવા માગતા હો તો તમે મુર્ખ છો. જો તમે રૂપિયાને ધ્યાનમાં રાખી કોઈ કામ કરશો તો તમે કંઈ હાંસલ કરી શકશો નહીં.- મુકેશ અંબાણી ( થોડા સમય પહેલાં ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં)