તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તપાસ:લક્ષ્મીપુરામાંથી ચરસ-અફીણ સાથે દરગાહનો મુજાવર ઝબ્બે

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જથ્થો ક્યાંથી લાવ્યો હતો તે મુદ્દા પર તપાસ

વડોદરા તાલુકાના લક્ષ્મીપુરા ગામની સીમમાં હજરત સૈયદ અલી મીરા દાતાર દરગાહ પાસે રહેતા મુજાવર પાસેથી જિલ્લા એસ.ઓ.જી પોલીસે ચરસ અને અફીણનો જથ્થો કબજે કર્યો હતો. લક્ષ્મીપુરા ગામની સીમમાં દરગાહ પાસે રહેતો ઉસ્માન શા ગુલઝાર શા દિવાન પાસે અફીણ અને ચરસનોનો જથ્થો હોવાની બાતમીથી જિલ્લા એસ.ઓ.જી.ના પી.આઇ પી વી પર્ગડું અને પી એસ આઈ ટી બી પંડ્યાએ શનિવારે રાત્રે દરોડો કરી સરકારી પંચો સાથે હઝરત સૈયદ અલી મીરા દાતાર દરગાહ પર પહોંચી તપાસ કરતાં ત્યાં ફકીર ઉસ્માન શા ગુલઝાર શા દિવાન નું બોર્ડ લગાવેલું હતું પોલીસે દરગાહ ની સામેની બાજુ આવેલા મકાનમાં પહોંચી તપાસ કરતાં ઉસ્માન દિવાન મળ્યા હતા પોલીસે તેમની અંગજડતી લેતા ઝભ્ભાના ખિસ્સામાંથી કાગળ નું પડીકું મળી આવ્યું હતું

જેમાં પ્લાસ્ટિક ની નાની નાની આઠ થેલી માં કાળા કલરનો પદાર્થ જોવા મળ્યો હતો જ્યારે અન્ય એક નાની થેલી માં અફીણ જેવો પદાર્થ મળ્યો હતો પોલીસ તપાસમાં તેણે જણાવ્યું હતું કે નાની પડીકી માં ચરસ અને તૂટેલી થેલીમાં અફીણ છે જેથી પોલીસે 17 .77 ગ્રામ ચરસ અને 13.40 ગ્રામ અફીણ સાથે ઉસ્માન શા દીવાન ની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવાની તજવીજ કરી હતી પોલીસે જણાવ્યું હતું કે ઉસ્માન શા દરગાહના મુંજાવર છે તે મૂળ યાકુતપુરા નો છે પરંતુ ૩૦ વર્ષથી અહિં રહેતો હતો. તે ક્યાંથી કોની પાસેથી અફીણ અને ચરસનો જથ્થો લાવ્યો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરૂ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે તમારી અંદર ભરપૂર વિશ્વાસ અને ઊર્જાનો અનુભવ કરશો. આર્થિક પક્ષ મજબૂત થશે. તમારા બધા કાર્યોને સમયે પૂર્ણ કરવાની કોશિશ કરશો. કોઇ નજીકના સંબંધીના ઘરે જવાની પણ યોજના બનશે. નેગેટિવઃ- ખર્...

વધુ વાંચો