તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રારંભ:દાહોદ જિલ્લામાં બે સ્થળેથી મુ.મંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું લોન્ચિંગ થશે

દાહોદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તા. 17ના રોજ દે.બારિયા અને દાહોદના ખાતે કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિન નિમિત્તે દાહોદ જિલ્લાની ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગની નારીશક્તિના કૌશલ્ય કૌવતને નવી દિશા આપી આત્મનિર્ભર બનાવવા માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની ભેટ મળી રહી છે. આ યોજનાનો દેવગઢ બારિયા ખાતે પીટીસી કોલેજ અને દાહોદમાં સ્વામિ વિવેકાનંદ સંકુલ ખાતેથી પ્રારંભ કરાવાશે. આ યોજના અંતર્ગત રાજ્યના ગ્રામીણ ક્ષેત્રમાં 50 હજાર અને શહેરી વિસ્તારમાં 50 હજાર મળી કુલ 01 લાખ જોઈન્ટ લાયાબિલિટી એન્ડ અર્નિંગ ગ્રુપ-મહિલા જૂથની રચના કરવામાં આવશે.

આવા પ્રત્યેક જૂથમાં 10 મહિલા- માતા બહેનોને સહભાગી બનાવીને સમગ્રતયા 10 લાખ બહેનોને કુલ 1000 કરોડ રૂપિયા સુધીનું કુલ ધિરાણ-લોન મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં તબક્કાવાર આપવાનું આયોજન છે. રાજ્યની સરકારી બેંકો, સહકારી બેંકો તેમજ ખાનગી બેંકો અને આરબીઆઇ માન્ય ધિરાણ સંસ્થાઓ મારફતે આ મુખ્ય મંત્રી મહિલા ઉત્કર્ષ યોજના તહેત પ્રત્યેક મહિલા જૂથને ૧ લાખની લોન ધિરાણ પ્રાપ્ત થઇ શકશે. મુખ્યમંત્રીએ આ મહિલા કલ્યાણલક્ષી યોજનામાં બેન્કિંગ સેક્ટરને જોડાવામાં આવ્યું છે.

સરકાર આવી બેન્કો સાથે નજીકના ભવિષ્યમાં આ અંગેના એમઓયુ પણ કરવાની છે. મુખ્યમંત્રીએ ગુજરાતની માતા બહેનોને મળનારી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન-ધિરાણનું વ્યાજ સરકાર ભોગવશે તેવો મહિલા કલ્યાણ અભિગમ અપનાવ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો