તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભૂખી કાંસ માટે MSUની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું સફાઇ પ્રેક્ટિકલ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાયન્સ ફેકલ્ટીમાં બ્યુટીફીકેશન ડે અંતર્ગત રાેયલ કલબ, ફેકલ્ટી સ્ટુન્ડટ એસોશિયેશન તેમજ એન્વાયરમેન્ટ સ્ટડીઝના વિદ્યાર્થીઓ દ્વારા ભુખી કાંસ નાળાની સાફ સફાઇ કરવામાં આવી હતી.
  • એક ટ્રેકટર ભરીને પ્લાસ્ટિક,થર્મોકોલ,પેકિંગ મટિરિયલ વીણીને કઢાયું

વડોદરાઃ સાયન્સ ફેકલ્ટીના 200 વિદ્યાર્થીઓએ ભૂખી કાંસની સફાઇ કરી હતી. જેમાંથી  એક ટ્રેકટર ભરીને પ્લાસ્ટીક,થર્મોકોલ,પેકીંગ મટિરિયલ નીકળ્યું હતું. સફાઇ અભિયાનમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓએ સર્ટિફીકેટ એનાયત કરવામાં આવશે. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના એન્વાઇરનમેન્ટ સાયન્સ વિભાગ દ્વારા ભૂખી કાંસનું સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  5મી ફેબ્રુઆરી બુધવારે   સવારે 11 થી 2 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ દ્વારા સેફ્ટીનાં સાધનો પહેરીને સફાઇ કરવામાં આવી હતી. એન્વાઇરનમેન્ટ વિભાગ સહિત સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ 200 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.  સફાઇ કરવા માટે પ્લાન તૈયાર કરવામાં આવશે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. પ્રથમ તબક્કાના પ્રોજેક્ટમાં સાયન્સ ફેકલ્ટી પાસેથી પસાર થતી ભૂખી કાંસની સફાઇ કરાઇ હતી. સફાઇ દરમિયાન એક ટ્રેકટર ભરીને પ્લાસ્ટીક,થર્મોકોલ,પેકીંગ મર્ટિયરલ નીકળ્યું હતું. આગામી સમયમાં  ભૂખી કાંસમાં ઉગી નીકળેલાં ઝાડીઝાંખરાંને પણ દૂર કરવામાં આવશે.  સાયન્સ ફેકલ્ટીના પ્રોજેક્ટ બાદ યુનિવર્સિટી સત્તાધીશો પાસે  પરવાનગી લઇને  આગામી સમયમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી પસાર થતી ભૂખી કાંસની સફાઇ કરવા માટે પ્લાન તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર યુનિવર્સિટી કેમ્પસમાં તમામ ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓને જોડીને સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે તો ભૂખી કાંસના કચરાનો નિકાલ થઇ જાય તેમ છે. સાથે વિદ્યાર્થીઓને પણ સોશિયલ પ્રોજેક્ટ માટે યુનિવર્સિટી તરફથી એક સર્ટિફીકેટ મળે તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો