• Home
  • International
  • MP supports removal of Article 370 from Kashmir, saying it will improve economic situation, end discrimination

અમેરિકા / સાંસદે કાશ્મીરમાંથી કલમ-370 હટાવવાનું સમર્થન કર્યું, કહ્યું- તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે, ભેદભાવ ખતમ થશે

હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં સાંસદ જો વિલ્સન હુસ્ટનમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં સાંસદ જો વિલ્સન હુસ્ટનમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા

  • કેન્દ્ર સરકારે 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ-370 હટાવી હતી
  • અમેરિકી સાંસદ જો વિલ્સન ઓગસ્ટમાં જ 26/11 હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા મુંબઈ આવ્યા હતા

Divyabhaskar.com

Dec 21, 2019, 12:01 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના એક સાંસદે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સંસદના નીચલા ગૃહ (હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ)માં સાંસદ જો વિલ્સને કહ્યું છે કે મોદી સરકારે કાશ્મીરમાંથી વિશેષ દરજ્જો આપતી કલમ હટાવવાનો નિર્ણય આ વિસ્તારમાં આર્થિક વિકાસને વેગ આપવા, ભ્રષ્ટાચાર સામે લડત લડવા તેમ જ લિંગ-જાતિય-ધાર્મિક ભેદભાવનો અંત લાવવા માટે કર્યો છે. કેન્દ્ર સરકારે 5મી ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી બંધારણની કલમ 370 તથા કાયદો 35A નાબૂદ કરવાનો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તેને વિભાજીત કરવાનો નિર્ણય કર્યો હતો.

અમે વિશ્વના સૌથી મોટા લોકશાહીને આગળ વધતા જોઈ ખુશ છીએ

દક્ષિણ કેરોલાઈનથી રિપબ્લિકન સાંસદ વિલ્સને કહ્યું છે કે ભારતની સંસદે અનેક પક્ષોના સમર્થનથી કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવાનો નિર્ણય કર્યો હતો. વિશ્વના સૌથી જૂના લોકતંત્ર અમેરિકા ભારતને વિશ્વના સૌથી મોટા લોકશાહી તરીકે આગળ વધતુ જોઈ ખુશ છે. વિલ્સને કહ્યું હતું કે આ વર્ષની સૌથી મોટી સિદ્ધીએ છે કે તેને સતત સંસદમાં ભારતીય-અમેરિકી સાથે જોડવાની તક મળી છે.

કલમ 370 હટાવ્યા બાદ ભારત આવ્યા હતા વિલ્સન

અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શૃંગલાએ ટ્વીટ કરી ભારતના મજબૂત સમર્થન માટે સાંસદ જો વિલ્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. વિલ્સને આ વર્ષ ઓગસ્ટમાં 26/11 હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિલ્સને પ્રવાસ સમયે કહ્યું હતું કે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદીનું 15 ઓગસ્ટનું ભાષણ પ્રેરણાદાયક હતું. તેમણે પ્રધાનમંત્રી મોદીના હુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદી કાર્યક્રમની પણ સંસદમાં પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે કાર્યક્રમમાં 52 હજાર લોકો પહોંચ્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં આ કોઈ પણ રાષ્ટ્ર અધ્યક્ષનું સૌથી મોટું સ્વાગત હતું.

X
હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં સાંસદ જો વિલ્સન હુસ્ટનમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમમાં પણ સામેલ થયા હતાહાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવમાં સાંસદ જો વિલ્સન હુસ્ટનમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમમાં પણ સામેલ થયા હતા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી