• Home
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Movies like ‘Hellaro', 'Gandhi', 'The Making of Mahatma' will be shown free of charge at Tagore Hall in Paldi from March 4 6 in ahmedbaad

અમદાવાદ / 4થી 6 માર્ચ સુધી પાલડીના ટાગોર હોલમાં ફિલ્મોત્સવ, ‘હેલ્લારો’, ‘ગાંધી’, ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ જેવી ફિલ્મો નિઃશુલ્ક બતાવાશે

ટાગોર હોલ, પાલડી - ફાઇલ તસવીર
ટાગોર હોલ, પાલડી - ફાઇલ તસવીર

  • ફિલ્મો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સુદૃઢ કરનારું માધ્યમ છેઃ કલેકટર શ્રી કે.કે નિરાલા
  • ‘ગાંધી’, ‘લગે રહો મુન્નાભાઈ’, ‘હેલ્લારો’, ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ અને ‘આઈ.એમ. કલામ’ ફિલ્મો દર્શાવાશે

Divyabhaskar.com

Mar 03, 2020, 07:42 PM IST

અમદાવાદઃ ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલય દિલ્હી હેઠળ કાર્યરત ફિલ્મ સમારોહ નિદેશાલય દ્વારા દેશમાં ઉજવાઈ રહેલી ગાંધીજીની 150મી જન્મજયંતિ નિમિત્તે શહેરીજનો માટે પાલડીના ટાગોર હોલમાં તારીખ ૪થી ૬ માર્ચ દરમિયાન ગાંધીજી પરની ફિલ્મો નિ:શુલ્ક બતાવવામાં આવશે.

  1. 4 માર્ચ - સવારે 12 વાગ્યે ફિલ્મ ‘ગાંધી’
  2. 5 માર્ચ - સવારે 9 વાગ્યે ‘લગે રહો મુન્નાભાઈ બપોરે’, બપોરે 12 વાગ્યે ‘હેલ્લારો’
  3. 6 માર્ચ - સવારે 9 વાગ્યે ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’, બપોરે 12 વાગ્યે ‘આઇ. એમ. કલામ’

બાળકો-વિદ્યાર્થીઓને ફિલ્મ જોવા અપીલ
ફિલ્મ સમારોહ નિદેશાલય દિલ્હી દ્વારા આયોજિત આ ત્રિ-દિવસીય ફિલ્મ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની માહિતી આપવા કલેક્ટર કચેરીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં અમદાવાદ કલેક્ટર કે.કે. નિરાલાએ કહ્યું હતું કે, ‘ફિલ્મો સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને સુંદર કરનારું માધ્યમ છે. ગાંધીજી વિશેની ફિલ્મ દ્વારા નગરજનોને સ્વતંત્રતા સંગ્રામથી વાકેફ થશે, તે સમયે કેવી સ્થિતિ હતી તેની જાણકારી પણ નવી પેઢીને મળશે. ફિલ્મ મહોત્સવમાં નિર્દેશિત થનાર ફિલ્મો દ્વારા નવી પેઢીમાં દેશ યુનિવર્સિટીના વિચારોમાં પરિવર્તન લાવવા સક્ષમ વિષય-વસ્તુ ધરાવે છે, ત્યારે વધુ ને વધુ બાળકો-વિદ્યાર્થીઓ તેનો લાભ લે.’

X
ટાગોર હોલ, પાલડી - ફાઇલ તસવીરટાગોર હોલ, પાલડી - ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી