મૂવી રિવ્યૂ / દે દે પ્યાર દે: અજય, રકુલ અને તબુની કેમેસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ પરંતુ કોમેડી ઓછી હોવાથી ફિલ્મ લાંબી લાગી શકે

Movie review of Ajay Devgan, Tabu and Rakul Preet starer De De Pyaar De

divyabhaskar.com

May 17, 2019, 04:51 PM IST
સ્ટાર રેટિંગ 2.5/5
સ્ટારકાસ્ટ અજય દેવગણ, તબુ, રકુલ પ્રીત, જિમી શેરગિલ, આલોક નાથ, જાવેદ જાફરી
ડિરેક્ટર અકીવ અલી
પ્રોડ્યૂસર લવ રંજન, ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર અને અંકુર ગર્ગ
જોનર રોમેન્ટિક કોમેડી
ટાઈમ 135 મિનિટ

બોલિવૂડ ડેસ્ક: ‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ ફેમ ડિરેક્ટર લવ રંજન હવે એક નવી ફિલ્મ લઈને બોક્સ ઓફિસ પર આવ્યા છે. જોકે, આ વખતે તે ફિલ્મના ડિરેક્ટર નથી, પરંતુ ફિલ્મની સ્ટોરી તેમણે જ લખી છે. ઉપરાંત તે ફિલ્મના પ્રોડ્યૂસર પણ છે.

પત્નીથી અલગ રહેતા 50 વર્ષના અમીર વ્યક્તિની લવ સ્ટોરી
ફિલ્મની બન્ને હિરોઈન આઇશા (રકુલ પ્રીત) અને મંજુ (તબુ) સ્માર્ટ અને સમજદાર છે. સ્ટોરી લંડનમાં રહેતા 50 વર્ષીય આશિષ (અજય દેવગણ)ની છે જે ખૂબ પૈસાદાર છે, પરંતુ તેની પત્ની મંજુથી અલગ એકલો રહે છે. આશિષની પત્ની અને તેના બન્ને છોકરાઓ ભારતમાં તેના પેરેન્ટ્સ સાથે રહે છે. એક દિવસ આશિષ તેના ફ્રેન્ડના લગ્નમાં આઇશાને મળે છે અને બન્નેને પ્રેમ થઇ થઇ જાય છે. આશિષનો મનોચિકિત્સક ફ્રેન્ડ રાજેશ (જાવેદ જાફરી) આ પ્રેમની તદ્દન વિરુદ્ધમાં હોય છે. કારણકે, તેને લાગે છે કે 50 વર્ષના વ્યક્તિએ 26 વર્ષની છોકરી સાથે ન હોવું જોઈએ. કપલને પણ ખબર હોય છે કે, લોકો તેમને જજ કરશે અને વિચારશે કે આઇશા પૈસા માટે આશિષ સાથે છે અને આશિષ લસ્ટને કારણે આઇશા સાથે છે. પરંતુ, બન્ને હકીકતમાં એકબીજાને પ્રેમ કરતાં હોય છે. ડ્રામા ત્યારે શરૂ થાય છે જ્યારે આશિષ આઇશાને તેના પરિવારને મળાવવા માટે ઇન્ડિયા લઇ આવે છે. આશિષની દીકરી ઇશિકા (ઇનાયત) અને પપ્પા (આલોક નાથ) તેનાથી નારાજ થઇ જાય છે. ત્યાં આશિષનો સામનો સુરેશ ખુરાના (જિમી શેરગિલ) સાથે પણ થાય છે જે તેની પત્ની મંજુનો આશિક છે.

ફિલ્મમાં ડ્રામા વધુ, કોમેડી ઓછી
ફિલ્મના ડિરેક્ટર અને એડિટર અકીવ અલી ફિલ્મને ઇન્ટરેસ્ટિંગ બનાવવામાં મહદઅંશે સફળ રહ્યા, પરંતુ ફિલ્મનો સેકન્ડ હાફ તેમણે વધુ ખેંચ્યો છે. ફિલ્મનાં વધુ ગીતો પણ ફિલ્મની સ્પીડને અસર કરે છે. જોકે, ફિલ્મમાં ડિવોર્સ, લિવ ઈન રિલેશનશિપ જેવા ટોપિક પર ખૂલીને વાત કરવામાં આવી છે. તેમાં જ ફિલ્મ એજિઝમ અને સેક્સિઝમનો જાતે જ શિકાર બની ગઈ છે.

આશિષ-મંજુની રિલેશનશિપ દર્શકને જકડી રાખશે
અજય દેવગણ ઓનસ્ક્રીન પોતાની ઉંમરનો જ રોલ ભજવી રહ્યો છે તે માટે ઓલ ક્રેડિટ ગોઝ ટુ હિમ. કારણકે, આવું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણું ઓછું જોવા મળે છે. અજયે ફિલ્મમાં તેનો રોલ બખૂબી નિભાવ્યો છે. રકુલ પ્રીતનું નેચરલ પર્ફોર્મન્સ હતું, જ્યારે તબુ ફિલ્મમાં છવાઈ ગઈ છે. આશિષ અને આઇશાની લવ સ્ટોરી કરતાં તો આશિષ-મંજુની રિલેશનશિપ તમને ફિલ્મ સાથે જકડી રાખશે.

નટશેલ
ઈન શોર્ટ, ફિલ્મમાં ડ્રામા ભરપૂર છે, પરંતુ કોમેડી ઓછી હોવાના કારણે ફિલ્મ બોરિંગ બનતી જાય છે. ફિલ્મ વન ટાઈમ વોચ કહી શકાય.

X
Movie review of Ajay Devgan, Tabu and Rakul Preet starer De De Pyaar De

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી