રાજકોટ / મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ કહ્યું- દીકરીઓને બ્યુટીપાર્લર-ડાન્સ ક્લાસને બદલે સ્વ-રક્ષાના ક્લાસ કરાવો

મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી.
મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી.

  • બળાત્કાર અંગે સ્વિત્ઝર્લેન્ડના મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ કહ્યું, યુનિવર્સિટી-કોલેજો પણ સેલ્ફ ડિફેન્સ શીખવે
  • સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત રાજ્યની દરેક શાળામાં સ્વ- રક્ષણ તાલીમનું આયોજન કરવામાં આ‌વશે

Divyabhaskar.com

Dec 04, 2019, 06:30 AM IST
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મંગળવારે મૂળ ગુજરાતી અને હાલ સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ તાજેતરમાં જ દેશભરમાં બનેલી બળાત્કારની ઘટનાઓ અંગે જણાવ્યું હતું કે, વાલીઓએ ખરેખર આ બાબતે વિચારવું જોઈએ કે તેમણે પોતાની દીકરીને બ્યુટી પાર્લરમાં, ડાન્સ ક્લાસમાં, સંગીતના ક્લાસમાં મોકલવા કરતા સૌથી વધુ જરૂરી છે કે તેને સેલ્ફ ડિફેન્સના ક્લાસ કરાવે. યુનિવર્સિટી અને શાળા-કોલેજોમાં પણ વિદ્યાર્થિનીઓને સેલ્ફ ડિફેન્સના ક્લાસ શીખવવા જોઈએ. આ પ્રકારના બનાવ દયાજનક છે જે ન થવા જોઈએ, સરકારે પણ આ મામલે પગલાં લેવા જોઈએ પણ વાલીઓ ખાસ સચેત રહે તે જરૂરી છે.
નિશા બુટાણીએ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અંગે પણ જણાવ્યું હતું કે, અહીંના છાત્રોમાં કૌશલ્ય છે પરંતુ કોમ્યુનિકેશન સ્કિલ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ સામે વિદ્યાર્થીઓમાં એક ફોબિયા છે, ફોરેન કન્ટ્રીમાં બાળકોમાં નાનપણથી જ જવાબદારી નાખી દેવામાં આવે છે.
ત્યાં વિદ્યાર્થીને સૌથી પહેલા સેલ્ફ રિપ્રેઝેન્ટ કરવાનું શીખવાય છે અને પછી બાકીના વિષયો શીખવાય છે. વિદ્યાર્થીઓને એની રીતે જો નિર્ણય લેવા દેવામાં આવે તો તેનામાં પાવર ડેવલપ થાય છે. ભૂલ કરશે તેમાંથી જ શીખશે પણ ત્યારબાદ તેનામાં રહેલી ક્રિએટિવિટી, લીડરશિપ ક્વોલિટી બહાર આવશે. સૌરાષ્ટ્રમાં નિશા બુટાણીએ એક વર્ષમાં લગભગ 4500થી વધુ વિદ્યાર્થીઓને પ્રેરક વક્તવ્યો આપ્યા છે. અહીંના છાત્રોમાં શું ખૂંટે છે જેથી બહારના વિદ્યાર્થીની સરખામણીમાં પાછા પડે છે તેના પ્રત્યુત્તરમાં નિશા બુટાણીએ કહ્યું કે, અહીંના વિદ્યાર્થીઓમાં કોમ્યુનિકેશન સ્કિલનો અભાવ છે, આઉટ ઓફ ધી બોક્સ વિચારતા નથી, પોતાનો કમ્ફર્ટ ઝોન છોડતા નથી, અને ટ્રાવેલ નથી કરતા તેથી પાછા પડે છે. જર્મનીની 35 યુનિવર્સિટીમાં સંસ્કૃત શીખવે છે, જે આપણી જ સંસ્કૃતિ છતાં અહીં નથી થતું.
યુનિવર્સિટીના સેનેટ હોલમાં ઉપકુલપતિ ડૉ.વિજય દેશાણી, ડૉ.મેહુલ રૂપાણી, ડૉ. નિકેશ શાહ સહિતનાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા વર્કશોપમાં મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણીએ યુનિવર્સિટીના છાત્રોને ‘પાવર ઇન યૂ’ વિષય પર પ્રેરક વક્તવ્ય આપ્યું હતું
ધો.6થી 8ની કન્યાઓને સ્વ- રક્ષણ તાલીમ અપાશે
વર્ષ-2019-20ના શિક્ષણ સત્રમાં રાજ્યની તમામ સરકારી ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ધો.6થી ધો.8કન્યાઓને સ્વ-રક્ષણ તાલીમ આપવાનું આયોજન ઘડાયું હોય ભાવનગર જિલ્લામાં આ તાલીમ હેઠળ ધો.6થી ધો.8ની સરકારી પ્રાથમિક શાળાઓમાં 3 માસની તાલીમનું આયોજન ઘડાયું છે.
સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત હવે ધો.6થી ધો.8ની શાળાઓના વર્ગમાં કન્યા સ્વરક્ષણ તાલીમ યોજાશે જેમાં ભાવનગરના જિલ્લા પ્રાથમિક શીક્ષણાધિકારીએ જણાવ્યું છે કે પોલીસના સેતુ સોસાયટીના સંકલનમાં રહીને કામગીરી હાથ ધરવાની રહેશે. આ ઉપરાંત પ્રત્યેક ઉચ્ચત્તર પ્રાથમિક શાળા દીઠ ત્રણ માસના રૂા.9000ની જોગવાઇ પણ કરાઈ છે. ભાવનગર માં ધો.6થી ધો.8ની કન્યાઓ ભાવનગર, ઘોઘા, મહુવા, સિહોર તળાજા, ઉમરાળા ખાતેની શાળામાં માર્ચ-2020 સુધીમાં આ સ્વરક્ષણ તાલીમ પૂર્ણ કરાશે.સ્વરક્ષણ અંતર્ગત કન્યાઓને કરાટે માર્શલ આર્ટસ શિખવાશે.
X
મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી.મોટિવેશનલ સ્પીકર નિશા બુટાણી.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી