તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Motera Quarreled Among The Children Who Got Into A Fight While Playing Cricket, Both Sides Lodged A Police Complaint Against Sam

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ક્રિકેટ રમતાં ઝઘડી પડેલા બાળકોમાં મોટેરા બાખડ્યા, બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ કરી

નડિયાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વરના માલવણ ગામે રહેતાં રાધિકાબેનએ સેવાલિયા પોલીસમથકમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.11/11ના તેણી નોકરી પર હતા, ત્યારે તેણીના પુત્ર સૌરવને ગામમાં સ્વામિનારાયણ મંદિરના મેદાનમાં ક્રિકેટ રમવા બાબતે પાડોશમાં રહેતાં અંશ પ્રતિકભાઇ પટેલ સાથે ઝઘડો થયો હતો. જેનો ઠપકો આપવા જતાં રાધિકાબેનને સ્થાનિક પ્રિયંકાબેન, પ્રતિક, ધીરૂ સહિતનાએ બોલાચાલી કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે પ્રિયંકાબેન પટેલ પતિ સાથે નડિયાદ ગયા હતા. ત્યારે ગામના સ્વામિનારાયણ મંદિરના મેદાનમાં ક્રિકેટ રમવા મામલે તેણીના પુત્ર અંશને ગામના સૌરવ સાથે થયેલાં ઝઘડાની અદાવત રાખી રેખાબેનએ ગાળો બોલી, ગડદાપાટુનો માર મારી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સેવાલિયા પોલીસે બન્ને પક્ષના 4 સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તથા સમયમાં તાલમેલ રાખીને કામ કરવામાં સક્ષમ રહેશો. માતા-પિતા તથા વડીલો પ્રત્યે મનમાં સેવાભાવ જળવાયેલો રહેશે. વિદ્યાર્થી તથા યુવાઓ પોતાના અભ્યાસ તથા કરિયર પ્રત્યે સંપૂર્ણ રીતે ફોકસ ર...

વધુ વાંચો